હવે ઓનલાઈન પીએફ ઉપાડ યોજનાની સમીક્ષા

મુંબઇ : રિટાયર્મેન્ટ ફંડ બોડી ઈપીએફઓએ તેના ગ્રાહકો માટે ઓનલાઈન પીએફ વિડ્રોઅલ ફેસિલિટી લોન્ચ કરવાની તેની યોજનામાં ફેરચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે. ઈપીએફઓ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઓનલાઈન પીએફ વિડ્રોઅલ પ્લાનની સમીક્ષા કરવામાં આવનાર છે. 

સુપ્રીમ કોર્ટે હાલમાં જ ચુકાદો આપ્યો હતો. આધાર સંબંધિત પીએફ અને બેંક ખાતા ધરાવનાર ગ્રાહકો માટે આ સુવિધાને લઈને ફરી ચકાસણી કરવામાં અઆવશે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ ઠેરવ્યું હતું કે, આધારકાર્ડની રજુઆત કોઈપણ લાભ મેળવવા માટે કોઈ સરહદ તરીકે રહેશે નહીં.

ઈપીએફઓના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર કેકે જાલને કહ્યું છે કે, અમે ગ્રાહકો માટે ઓનલાઈન પીએફ વિડ્રોઅલ ફેસિલિટીની દરખાસ્તમાં ફેર અભ્યાસ કરી રહ્યા છીએ. આધાર સંબંધિત બેંક અને પીએફ ખાતા ધરાવનાર માટે આ સુવિધા લોન્ચ કરવામાં આવી રહી છે.

હાલમાં ઈપીએફઓ સાથેના તેમના એકાઉન્ટને સેટલ કરવા ઈચ્છુક ગ્રાહકોને પીએફ વિડ્રોઅલ માટે લેખિતમાં અરજી કરવી પડે છે. આના બદલામાં રિટાર્યમેન્ટ ફંડ બોડી દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર ધરાવનાર સભ્યો માટે ખાસ સેવાની યોજના બનાવી દીધી છે.

You might also like