હવે એકસાથે ૨૦ ટેબ ખોલશો તો પણ બ્રાઉઝરની સ્પીડ નહીં ઘટે

728_90

નવી દિલ્હીઃ હાલમાં મ‌િલ્ટટાસ્કિંગનો જમાનો છે. સ્કૂલથી લઈને કોલેજ અને અોફિસ સુધી તેમજ મોબાઈલથી લઈને કમ્પ્યૂટર અને લેપટોપ સુધી દરેક જગ્યાઅે અાપણે અેકસાથે કેટલાંયે કામ કરીઅે છીઅે. કંઈક અાવી જ હાલત ઇન્ટરનેટની પણ છે. અાપણામાંથી મોટા ભાગના લોકો જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તો બ્રાઉઝર પર એકસાથે ઘણાં બધાં ટેબનો ઉપયોગ કરે છે, પરંતુ ધ્યાન રાખવા જેવી વાત અે છે કે અા કારણે હંમેશાં અાપણી સિસ્ટમના પર્ફોર્મન્સ પર ખરાબ અસર પડે છે. 

શું તમે ક્યારેય એવી ફરિયાદ કરી છે કે શ્રેષ્ઠ પર્ફોર્મન્સ અાપતી તમારી કોર અાઈ ફાઇવ કે કોર અાઈ સેવન સિસ્ટમ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સ્લો થઈ જાય છે. જો હા તો પછી તેના માટે તમે શું કરો છો. અાપણામાંથી મોટા ભાગના લોકો અોછા ઉપયોગમાં અાવતા બ્રાઉઝર ટેબને ત્યારે જ બંધ કરી દે છે, પરંતુ જો તમારે અાવું કરવાની જરૂર ન પડે અને તમારી સિસ્ટમ ૧૦-૧૨ તો શું ૨૦-૨૨ ટેબ એકસાથે ખૂલે તો પણ સ્લો ન થાય. 

એકસાથે ઘણાં બધાં ટેબ ખુલ્લાં હોય તેમાં મિત્રો સાથે ચેટ, એકમાં વીડિયો બફરિંગ, બીજા પર ન્યૂઝ અને અન્ય પર બીજું કાંઈક. ક્યારેક સ્લો સ્પીડના કારણે અાપણું કામ ધીમું પડી જાય અને અાપણને ખૂબ ગુસ્સો પણ અાવતો હશે, પરંતુ હવે તેનો ઉપાય મળી રહ્યો છે અને તે છે વન ટેબ એક્સટેન્શનનો ઉપયોગ.

શું છે વન ટેબજો તમે ગૂગલ ક્રોમ કે ફાયર ફોક્સ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો તો વન ટેબ તમારી એવી તમામ પરેશાનીનો ઇલાજ છે. એચ્યુઅલી એક એક્સટેન્શન છે, જે તમને તમારા બ્રાઉઝર સે‌િટ‌ંગમાં જઈને સર્ચ કરતાં મફતમાં મળશે. એક વખત એક્સટેન્શન ઇન્સ્ટોલ કર્યા બાદ તેનો અાઈકોન તમારા બ્રાઉઝરમાં સૌથી ઉપર દેખાવા લાગશે. 

કેવી રીતે કરે છે કામ તમે જ્યારે એકસાથે ઘણાં બધાં ટેબ ખોલી દો છો તો તમારે બસ તમારા બ્રાઉઝરમાં વન ટેબ અાઈકોન પર એક ‌ક્લિક કરતાં જ બધાં ટેબ વન ટેબ અાઈકોનવાળા સિંગલ ટેબની અંદર અાવી જશે. મતલબ કે તમારા બ્રાઉઝરમાં માત્ર એક જ ટેબ ખુલ્લું હશે. જ્યારે એ ટેબમાં તમારાં તમામ અોપન ટેબનું લિસ્ટ હશે અને અા લિસ્ટ ડેટ ટાઈમ મુજબ સોર્ટ હશે. વન ટેબના ઉપયોગથી તમે માત્ર એક ક્લિકમાં તમારા તમામ ટેક્સ્ટને રિસ્ટોર અોલ, ડિલીટ અોલ કે શેર અેઝ વેબ પેજ પણ કરી શકો છો. અા એક્સટેન્શન દ્વારા તમારું બ્રાઉઝર માત્ર એક ટેબના પ્રોસે‌િસંગ પર ધ્યાન અાપશે, જેથી બ્રાઉઝરની પ્રોસે‌િસંગ સ્પીડ ક્યારેય સ્લો નહીં થાય.

 

 

 

 

 

 

 

 

You might also like
728_90