હવે આઇફોન બનશે મહારાષ્ટ્રમાં કરશે 32 હજાર કરોડનું રોકાણ

મુંબઇ : બે મહિનાનાં કેટલાક નિવેદનો અને લાંબી મંત્રણા અને કલાકો સુધી ચાલેલી વાતચીતો બાદ અંતે મહારાષ્ટ્રએ 32000 કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત કરી લીધું છે. આઇફોનનાં નિર્માતા ફોક્સકોને મોદીની ચીનની મુલાકાત સમયે જ વચન આપ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં રોકાણ કરશે. પાંચ વર્ષની આ ડીલની જાહેરાત ગત્ત અઠવાડીયે થઇ હતી. આની સાથે જે ભારતનાં આર્થિક સશક્ત રાજ્યોમાંથી એક મહારાષ્ટ્રએ પોતાની તાકાત પણ દેખાડી હતી. 

ભારતનાં ઘણા રાજ્યો ચમત્કારીક રીતે પોતે જ બિઝનેસ ડીલને પોતાનાં રાજ્યમાં લાવવા માટે સક્ષમ થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સમયે તેમની સાથે મહારાષ્ટ્રનાં મુખ્મમંત્રી ફડણવીસ પણ હતા. ઇન્વેસ્ટર્સને લોભાવવા માટે તેમણે પોતે જ મુલાકાત યોજી હતી. મે મહિનામાં ચીન ગયેલા ફડણવીસે ફોક્સકોનની મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી હતી. ફોક્સકોનનાં ચીફ ટેરી ગાઉએ ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. તેમને ફેક્ટ્રી ટુર પણ કરાવી હતી. બંન્નેની લાંબીમુલાકાતો અને ચર્ચાનાં અંતે હવે ફોક્સકોન મહારાષ્ટ્રમાં પ્લાન્ટ માટે તૈયાર થઇ ગઇ ચે. 

You might also like