હવે અશ્વિની લોહાની એર ઈન્ડિયાના નવા વડા બનશે

નવી દિલ્હી : મધ્યપ્રદેશ ટુરિઝ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના એમડી અશ્વિની લોહાની એર ઈન્ડિયાના આગામી વડા બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ઉડ્ડીયન સચિવ આરએન ચૌબેએ માહિતી આપતા કહ્યું છે કે, રેલવે સર્વિસ ઓફિસર અશ્વિની લોહાની એર ઈન્ડિયાના આગામી ચેરમેન બની શકે છે. ટૂંકમાં જ તેઓ વિધીવત રીતે જવાબદારી સંભાળશે. એર ઈન્ડિયાના ચેરમેન તરીકે પસંદગી કરતી વેળા અનેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.  ચૌબેની હાલમાં જ પીએમઓ દ્વારા પસંદગી કરવામાં આવી હતી.

ઉડ્ડીયન મંત્રાલયમાં નવા પ્રાણ ફુંકવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. ભારતીય ઉડ્ડીયનમાં જરૃરી ફેરફાર કરવા માટે ટેકો ખૂબ જરૃરી બને છે. ઈન્ડિયન રેલવે સર્વિસ ઓફિસર લોહાની રોહિત નંદનની જગ્યા લેશે. તેમની ત્રણ વર્ષની અવધિ ગયા વર્ષે પરિપૂર્ણ થઈ ગઈ હતી.  ત્યારબાદ એક વર્ષના એક્સ્ટેન્શન પર તેમને રાખવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના નવા ચીફ તરીકે શોધી કાઢવા માટે સરકારે એક્સ્ટેન્શન આપવાનો નિર્ણય કર્યો હતો.

૧૯૮૦ની બેચના ઈન્ડિયન રેલવેના સર્વિસ ઓફિસર લોહાની હાલમાં મધ્યપ્રદેશ ટુરિઝ્મ કોર્પોરેશન લિમીટેડનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ સીનિયર આઈએએસ ઓફિસર રોહિત નંદનની જગ્યા લેશે. તેમની અવધિ ગયા વર્ષે પૂર્ણ થઈ હોવા છતાં એક વર્ષના એક્સ્ટેન્શનની અવધિ પણ ગુરુવારે પૂર્ણ થઈ રહી છે. મિકેનિકલ એન્જિનીયર લોેહાની ચાર્ટર્ડ ઈન્સ્ટીટ્યુટ ઓફ લોજિસ્ટીક એન્ડ ટ્રાન્સપોર્ટના વિદ્યાર્થી રહી ચુક્યા છે. તેઓ ઈન્ડિયન સ્ટીમ રેલવે સોસાયટીના સભ્ય તરીકે પણ રહ્યા છે. આ ઉપરાંત નેશનલ કાઉન્સિલ ઓન ટુરિઝ્મના સભ્ય તરીકે પણ છે.

You might also like