હરિયાણામાં અેસિડ એટેકના પીડિતાેને દર માસે આઠ હજાર મળશે

ચંડીગઢઃ હરિયાણામાં અેસિડ અેટેકથી સંપૂર્ણ રીતે અક્ષમ થયેલા લાેકાેને રાજ્ય સરકાર દર મહિને આઠ હજાર આપશે. સાથાેસાથ તેમના પુનર્વાસ માટે ખાદ્ય અને આપૂર્તિ વિભાગ તરફથી ફાળવવામાં આવનારી ફેર પ્રાઈસ શાેપની વહેંચણીની બાબતને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. સાેમવારે હરિયાણાના ગૃહ સચિવ સુભાષ ગાેયલે પંજાબ અને  હરિયાણા હાઈકાેર્ટમાં આ માહિતી આપી હતી. ગૃહ સચિવના આ જવાબ અંગે જસ્ટિસ અેમ.અેસ. ચાેૈહાણ પર આધાર‌િત બેન્ચે અરજીનાે નિકાલ કર્યાે હતાે. 
સાથાેસાથ સરકારને આદેશ આપ્યાે હતાે કે પહેલી જાન્યુઆરી-૨૦૧૨ પહેલાંના અેસિડ અેટેકના પીડિતાેની સારવાર માટે નક્કી થયેલા નિયમાે હેઠળ સુવિધા આપવામાં આવે.
You might also like