હથિયારોનાં જથ્થા સાથે કુખ્યાત માઓવાદી ઝબ્બે

ગયા : બિહારમાં મતદાનના પ્રથમ તબક્કાવેળા જ આજે કુખ્યાત માઓવાદીની હથિયારોના જથ્થા સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી. મથુરાપુર ગામમાં સંયુક્ત ઓપરેશન પાર પાડીને તેની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા માઓવાદી પાસેથી મળેલી બાતમીના આધાર ઉપર આ ઓપરેશન હાથ ધરાયું હતું. ઝડપાયેલા માઓવાદીએ માહિતી આપ્યા બાદ તપાસ કરવામાં આવતા મથુરાપુર ગામમાંથી પોલીસે ચાર કેન બોંબ જપ્ત કર્યા હતા.

દરેક બોંબનું વજન ૩૦ કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અન્ય હથિયારોનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. દુમારિયા ગામમાંથી વિસ્ફોટકોનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. માઓવાદીને રાજ્ય પોલીસ અને સીઆરપીએફના કોબરા યુનિટ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં પકડી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા હથિયારોનો ઉપયોગ ખતરનાક ઇરાદા સાથે કરવામાં આવનાર હતો.

વિધાનસભાના અધ્યક્ષ ઉદય નારાયણ ચૌધરી અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંજી ઈમામગંજ વિધાનસભા મત વિસ્તારમાંથી ઉમેદવાર છે. આ વિધાનસભા મતવિસ્તારમાં જ્યાં હથિયારો પકડાયા છે તે વિસ્તાર આવે છે.આ વિધાનસભા મત વિસ્તારમાં ૧૬મી ઓક્ટોબરના દિવસે મતદાન યોજાશે. ગયા જિલ્લામાં ૧૬મી ઓક્ટોબરના દિવસે બીજા તબક્કામાં મતદાન યોજવામાં આવનાર છે.

You might also like