હજ યાત્રી વાયગ્રા જેવી દવા લઇને નહીં જઇ શકે

નવી દિલ્હીઃ હજ યાત્રા પર જવાની તૈયારી કરી રહેલા જાયરીનો માટે આદેશ જારી કરીને હજ કમિટી ઓફ ઇન્ડિયાએ કહ્યુ છે કે આ યાત્રા દરમિયાન વાયગ્રા જેવી દવા લઇ જવાની મંજૂરી આપવામાં આવશે નહી. હજ યાત્રીઓ માટે આદેશ જારી કરતા કમિટીએ કહ્યુ છે કે આ પવિત્ર યાત્રા દરમિયાન યાત્રી તેમની સાથે વાયગ્રા, સેક્યુઅલ ઓઇલ અને ક્રીમ જેવી ચીજ વસ્તુ લઇને જઇ શકશે નહી.

વિદેશ મંત્રાલય હેઠળ કામ કરનાર હજ કમિટી ઓફ ઇન્ડિયાએ જરૂરી આદેશ જારી કર્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે યાત્રી પોતાની સાથે વાયગ્રા, સેક્યુઅલ ઓઇલ અને ક્રીમની સાથે પોર્નોગ્રાફી સામગ્રી અને નાર્કોટિક્સ ચીજ લઇને પણ ન જાય.૨૨ સપ્ટેમ્બરના દિવસે થનાર હજ યાત્રા માટે ૧૬મી ઓગષ્ટથી ફ્લાઇટ શરૂ કરવામાં આવી ચુકી છે. એજન્સી ઉપરાંત યાત્રીઓને પણ સુચના આપવામાં આવી છે કે જેવી પ્રોડક્ટ જેના પર સાઉદી અરબેયિમાં આયાત પ્રતિબંધ છે તે વસ્તુઓ લઇને હજ યાત્રીઓ ન પહોંચે.

આ માહિતી દેશભરમાં હજ યાત્રીઓ માટે ચલાવવામાં આવતા સેશનમાં આપી દેવામાં આવી છે.હજ કમિટી તરફથી જારી માર્ગદર્શિકામાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે અગાઉ તમામ પ્રકારની માહિતી અને સુચના આપવામાં આવી હોવા છતાં અનેક હજ યાત્રીઓ પાસે વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪માં વાયગ્રાની ગોળીઓ, સેક્યુઅલ ઓઇલ અને ક્રીમ જપ્ત કરવામાં આવી હતી. આ ખુબ ગંભીર મામલો છે. જેની સામે કઠોર પગલા લેવામાં આવે તે જરૂરી છે.

હજ કમિટી ઓફ ઇન્ડિયાના સીઇઓ અતાઉર રહેમાને કહ્યુ છે કે ગયા વખતે આદેશ જારી કરવામાં આવ્યા હોવા છતાં કેટલાક યાત્રીઓ આ તમામ ચીજ વસ્તુઓ સાથે લાવવા બદલ પકડાઇ ગયા હતા. આ તમામ ચીજવસ્તુઓ પર સાઉદી અરેબિયામાં પ્રતિબંધ છે. આ વખતે હજ યાત્રાના આવેદન ફોર્મમાં પણ આ અંગે માહિતી આપવામાં આવી છે. હજ કમિટીના આદેશની સામે કેટલાક મુસ્લિમ ધર્મ ગુરૂ નારાજ દેખાઇ રહ્યા છે. ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના એમએ ખાલિદે કહ્યુ છે કે હજ યાત્રા પર લોકો અલ્લાના આદેશ પર યાત્રા કરે છે.

 

You might also like