હજ ક્વોટા ઘટ્યોઃ અરજી કરનાર ચારમાંથી એક જ હજ કરી શકશે

મુંબઈઃ હજ યાત્રા પર જવા ઈચ્છતા ચાર ભારતીય મુસ્લિમમાંથી માત્ર એક જ હજ પર જઈ શકશે. તેનું કારણ સાઉદી અરબની સરકારના હજ ક્વોટાને ૨૦ ટકા ઘટાડવાનો અાદેશ છે.  જિંદગીમાં એક વખત હજ જવાની ઈચ્છા રાખનાર મુસ્લિમને અા અાદેશથી પરેશાની થઈ રહી છે. ભારતના મુસ્લિમ નેતા સાઉદી સરકારનો ક્વોટા વધારવા માટે માગણી કરી રહ્યા છે. અા માટે તેઓ ભારતના મુસ્લિમોની વસતી વધવાની વાત પણ કરે છે. ભારતની ૨૦૧૧ની વસતી ગણતરીના ધાર્મિક અાંકડોઓ મુજબ મુસલમાનો કુલ વસતી ૧૪.૨૩ ટકા એટલે ૧૭.૨૨ કરોડ થઈ ગઈ છે. સાઉદી સરકાર કોઈપણ દેશમાં અેક હજાર મુસ્લિમ પર યાત્રીને હજ પર જવાની પરવાનગી અાપે છે. ભારતની હજ કમિટીએ કહ્યું કે  ૨૦૧૫માં ૩.૮૩ લાખ લોકોએ હજ પર જવા માટે અાવેદન કર્યું હતું પરંતુ કમિટી દ્વારા અા મહિનાના અંતમાં સાઉદી અરબમાં હજ કરવા માત્ર ૧.૨ લાખ લોકો જ જઈ રહ્યા છે. લગભગ ૩૬ હજાર લોકો પ્રાઈવેટ ટૂર ઓપરેટર દ્વારા અા યાત્રા પર જઈ રહ્યા છે.હજ કમિટીના સીઈઓ અતાઉલ રહેમાને કહ્યું કે મક્કામાં પવિત્ર મસ્જિદના વિસ્તારનું કામ ચાલી રહ્યું છે તેથી સાઉદી સરકારે ૨૦૧૩થી દરેક દેશના હજ યાત્રીઓના ક્વોટામાં ૨૦ ટકાનો ઘટાડો કર્યો છે. સાઉદી પ્રશાસન ઈચ્છે છે કે ત્યાં પણ ઓછી ભીડ હોય. ભારતના મુસ્લિમ નેતા ઈચ્છે છે કે ભારતનું વિદેશ મંત્રાલય અા અંગે સાઉદીના મંત્રાલય સાથે વાત કરે. કોંગ્રેસ ધારાસભ્ય અમિન પટેલનું કહેવું છે કે ક્વોટા ઘટી જવાને કારણે હજ પર જવા ઈચ્છતા લોકો પણ ત્યાં જઈ નહીં શકે. તેથી વિદેશ મંત્રાલય અા બાબતે હસ્તક્ષેપ કરવો જોઈએ.
You might also like