હજયાત્રા : વધુ ૧૩ ભારતીયના મોત સાથે મૃતાંક વધી ૩૫ થયો

નવીદિલ્હી : સાઉદી અરેબિયામાં મક્કા ખાતે હજ ભાગદોડની હોનારતમાં માર્યા ગયેલા ભારતીય હજ યાત્રીઓની સંખ્યા વધુ સાત હજ યાત્રીના મોત સાથે વધીને આજે ૨૯ ઉપર પહોંચી ગઇ હતી.જિદાહમાં ઇન્ડિયન મિશન દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. જિદ્દાહમાં હજ મિશન દ્વારા વધુ સાત ભારતીયોના મોતને સમર્થન આપીને તેમની યાદી જાહેર કરી છે. જેમાં કેરળના પાંચ, ઝારખંડ અને ઉત્તરપ્રદેશના એક એક હજ યાત્રીનો સમાવેશ થાય છે.

શનિવારના દિવસે સરકારે વધુ આઠ લોકોના મોતની જાહેરાત કરી હતી. દરમિયાન ગુરૃવારના દિવસે હજ ભાગદોડની ઘટનામાં મોતનો આંકડો વધીને ૭૭૦ ઉપર પહોંચી ગયો છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. શનિવારના દિવસે કેરળના બે હજ યાત્રીના મોત થયા હતા. ઝારખંડના બે અને ગુજરાતના બે હજ યાત્રીના મોત થયા હતા. શુક્રવારના દિવસે ૧૪ ભારતીય લોકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના નવ હજ યાક્ષી સામેલ હતા.

ઝારખંડ અને તમિળનાડુના બે બે હજ યાત્રી હતા. મહારાષ્ટ્રમાં એકનુ મોત થયુ હતુ.  વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૃપે માહિતી આપતા કહ્યુ હતુ કે મક્કામાં સ્થળ પર રહેલા  અધિકારીઓ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.કેટલાક હજ યાત્રીઓ લાપતા પણ દર્શાવવામાં આવી રહ્યા છે. હજ યાત્રામાં હજુ સુધી ૭૭૦ લોકોના મોત થઇ ચુક્યા છે અને ૮૬૦ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકીના કેટલાક લોકોની હાલત હજુ ગંભીર જણાવવામાં આવી છે.

જેથી મોતનો આંકડો વધી શકે છે. ભારતની હજ કમિટીના સીઇઓ અતાઉર રહેમાને કહ્યુ છે કે ભાગદોડની જે જગ્યા હતી તે ભારતીય હજ યાત્રીઓના કેમ્પથી દુર હતી. જેથી આંકડો સદનસીબો ઓછો નોંધાયો છે. તેમણે માહિતી આપતા કહ્યુ છે કે હજ કમિટી મારફતે આ વર્ષે મક્કા ગયેલા લોકોની સંખ્યા એક લાખ હતી. જ્યારે ખાનગી ટુર ઓપરેટરો મારફતે મક્કા ગયેલા ભારતીય લોકોની સંખ્યા ૩૬૦૦૦ હતી.

You might also like