સ્વિમિંગ શીખવાથી બાળકોની ગ્રહણશક્તિ સુધરે

તરવાથી માત્ર રિલેક્સ અને ફ્રેશ જ ફીલ થાય છે એવું નથી. એના બીજા પણ ઘણા સારા ફાયદા છે. જો નાની ઉંમરે સ્વિમિંગ શીખવાનું શરૂ કરવામાં અાવે તો બાળકોની મગજની ક્ષમતા સુધરે છે. ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે પાંચ વર્ષથી નાનાં બાળકોને સ્વિમિંગ શીખવવાથી તેઓ સ્માર્ટ થાય છે. અા માટે તેમણે ૧૦,૦૦૦ બાળકોની ફિઝિકલ-સોશિયલ એક્ટિવિટી તેમજ બૌદ્ધિક વિકાસનો અભ્યાસ કર્યો હતો. નાની ઉંમરે પાણીમાં તરવાની કળા શીખવાથી બાળકોની કોઠાસૂઝ વધે છે. હવા સિવાયના અન્ય માધ્યમમાં શરીરનું સંતુલન કેળવવાની કળા હસ્તગત કરવા માટે મગજના ખાસ ભાગને એક્ટિવ કરવો પડે છે. 

You might also like