સ્વરૂપાનંદ સરસ્વતીજીએ સાંઇબાબા અંગે આપેલા નિવેદનો અંગે માફી માંગી

ભોપાલ : સાંઇબાબા અંગે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની તરફથી આપવામાં આવેલા વક્તવ્યો અંગે તેમનાં વકીલે ગુરૂવારે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં માફી માંગી લીધી. ત્યાર બાદ સરસ્વતીની વિરુદ્ધ અરજી દાખલ કરનારા વ્યક્તિએ પોતાનાં અરજી પાછી ખેંચી લીધી છે. અધિવક્તા પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું કે શંકરાચાર્ય તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યો છે કે તેમનો ઉદ્દેશ્ય કોઇ પણ વ્યક્તિની ધાર્મિક ભાવનાને હાની પહોંચાડવા માટેનો નહોતો. જો તેમાં કોઇ સમાજની આસ્થાને ઠેસ પહોંચી હોય તો હું ખેદ વ્યક્ત કરૂ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વરૂપાનંદ સરસ્વતીજીએ સાઇબાબાની પુજા કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે ગત્ત વર્ષે કહ્યું હતું કે સાઇબાબા ભગવાન નથી. માટે તેમની પુજા કરવી યોગ્ય નથી. સાઇબાબા એક મુસ્લિમ વ્યક્તિ હતા. શાસ્ત્રો અને વેદોમાં તેમનાં નામનો કોઇ જ ઉલ્લેખ નથી. તેઓ માત્ર એક મુસ્લિમ ફકીર હતા માટે હિંદુ દેવતાઓની જેમ તેમની પુજા કરવામાં ન આવવી જોઇએ. આ વક્તવ્ય બાદ સ્વરૂપાનંદ સરસ્વતીની વિરુદ્ધ ઘણી ફરિયાદો દાખલ થઇ હતી અને જનહિત અરજીઓ પણ દાખલ થઇ હતી. 

You might also like