સ્વચ્છતા અભિયાનનાં નવ રત્ન પાસે હિસાબ માગશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે બનારસના અસ્સીઘાટ પર સ્વચ્છતા અભિયાનની શરૂઅાત દરમિયાન ઉત્તર પ્રદેશમાં જે નવ રત્નની જાહેરાત કરી હતી તેમણે સફાઈને લઈને કેટલી જાગૃતિ ફેલાવી અે જાણવા માટે ૧૦ સપ્ટેમ્બરે પીએમ મોદીઅે અા લોકોને પોતાના અાવાસ પર બોલાવ્યા છે. અા નવ રત્નને કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુ તરફથી અામંત્રણ મળ્યું છે.

બનારસના અસ્સીઘાટ પર ૮ નવેમ્બરે પાવડો ચલાવવાની સાથે વડા પ્રધાને સ્વચ્છતા અભિયાન માટે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવની સાથે મળીને દેશના જાણીતા સાહિત્યકાર મનુ શર્મા, સંપૂર્ણા અાનંદ, સંસ્કૃત વિદ્યાલયના પ્રોફેસર દેવીપ્રસાદ દ્વિવેદી, અભિનેતા અને સાંસદ મનોજ તિવારી, હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ, સૂફી ગાયક કૈલાસ ખેર, ચિત્રકૂટની અંધ વિશ્વવિદ્યાલયના કુલપતિ સંત રામભદ્રાચાર્ય, ક્રિકેટર મોહંમદ કૈફ અને સુરેશ રૈનાને નવ રત્ન જાહેર કર્યાં હતાં.

You might also like