સ્માર્ટ ફોનથી મચ્છર ભગાવો

નવી દિલ્હી: ચોમાસું અાવતાની સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. અાસપાસ દરેક જગ્યાઅે લોકો મચ્છરોથી પરેશાન થાય છે. મચ્છરને ભગાડવા માટે જાતજાતની કેમિકલ પ્રોડક્ટનો સહારો લેવો પડે છે. અા પ્રોડક્ટ સલામત ન હોવા છતાં પણ તેના વગર છૂટકો નથી. પરંતુ મચ્છરોને ભગાડવાની વધુ એક રીત છે જેમાં તમારો સ્માર્ટ ફોન તમારી મદદ કરી શકે છે. તમારા સ્માર્ટ ફોનમાં એક એવી અેપ્લિકેશન ડાઉનલોડ કરો જે હાઈફિક્વન્સીના અવાજ કાઢે છે. 

મચ્છરોને અાવા અવાજ સાંભળવા બિલકુલ પસંદ નથી. અા અવાજ સાંભળીને મચ્છર તમારી અાસપાસ નહીં ફરે. તમારા ફોન પર Hertzier ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લો. ફ્રી વર્ઝન પર કેટલાક સાઉન્ડ લોર્ક્ડ છે પણ જો તમે ૬૦ રૂપિયા ખર્ચીને અા જો ખરીદશો તો મચ્છરો સાથે લડવા જાતજાતના અવાજોનો ઉપયોગ કરી શકશો. મચ્છરોને ભગાડવા માટે જે હાઈફિક્વન્સીના અવાજનો ઉપયોગ કરવામાં અાવે છે તેને અાપણે સાંભળી શકતા નથી.

 

You might also like