સ્માર્ટવોચ પણ જૂની થઈ, હવે અાવી સ્માર્ટરિંગ

બહુ ગાજેલી સ્માર્ટ ઘડિયાળ એપલ વોચ રિલીઝ કર્યા પછી એપલ કંપનીએ હવે એક નવી પેટન્ટ ફાઈલ કરી છે. અા પેટન્ટ છે સ્માર્ટરિંગની. પેટન્ટના રફ સ્કેચનો અભ્યાસ કર્યા પછી ટેક્નોલોજી જગતના નિષ્ણાતો વરતારા કહી રહ્યા છે કે અા સ્માર્ટ વીંટી પહેલી અાંગળીમાં પહેરવાની રહેશે અને એને એ જ હાથના અંગૂઠાથી કન્ટ્રોલ કરી શકાશે. અા વીંટીના ઉપરના ભાગમાં એક ટચસ્ક્રીન હશે.

વળી અા વીંટી અદ્યતન મોશન સેન્સરથી પણ સજ્જ હશે એટલે એને પહેરનારના હાથની મૂવમેન્ટ્સ પારખીને એ પ્રમાણે અા વીંટી અાદેશ લેશે. અા રિંગમાં એપલનું વોઈસ અસિસ્ટન્ટ સિરી પણ બેસાડેલું હશે જેને મૌખિક અાદેશ અાપવામાત્રથી એ વિવિધ કાર્યો કરી અાપશે. ઈ-મેઈલ, મેસેજ વગેરેનાં નોટિફિકેશન અા સ્માર્ટ વીંટી વાઈબ્રેશનથી અાપશે. 

You might also like