સ્માર્ટફોન એપથી જ ખોલી શકાશે દરવાજો

હવે ઘરની ચાવી બીજાને અાપીને જવાની અથવા તો ખોવાઈ જવાની ચિંતા ઘટી જાય એવી ટેક્નોલોજી વિકસી છે. ‘ઓગસ્ટ’ નામની કંપનીએ એવાં લોક બનાવ્યાં છે જે રજિસ્ટર્ડ નંબર દ્વારા એપ્લિકેશન દ્વારા ઓપરેટ થઈ શકે છે. ઘરના તમામ ફેમિલી મેમ્બર્સના સ્માર્ટફોનમાં અા લોકની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાથી દરેક વ્યક્તિ પાસવર્ડથી દરવાજાનું લોક ખોલી શકે છે. તમે અમુક તમુક લોકોને કોડનંબર અાપીને થોડાક સમય માટે દરવાજો ખોલવાની પરવાનગી પણ અાપી શકો છો.અા લોકની કિંમત ૨૫૦ ડોલર એટલક લગભગ ૧૫,૦૦૦ રૂપિયા છે અને ઈન્સ્ટોલ કરવાની કિંમત બીજી ૧૫,૦૦૦ રૂપિયા થાય છે. ચાવી રાખવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવી દે એવા લોકને જોકે સિક્યોરિટી એક્સપર્ટ્સનો સપર્ટ નથી. મોબાઈલ ફોન બહુ સરળતાથી હેક થઈ શકતા હોવથી ગમે ત્યારે તમારો કોડ અને પાસવર્ડ હેક થવાની શક્યતા રહે છે. 
 

You might also like