સ્માર્ટચિપ સાથેની છત્રી ક્યારેય નહીં ખોવાય

છત્રી વાપરનારા મોટા ભાગના લોકો એને જીવનના કોઈને કોઈ તબક્કે ભૂલીને જ અાવ્યા હશે. છત્રી ખોવાવાના અા સૌથા સામાન્ય કારણનો હવે અાવનારા દિવસોમાં છેદ ઊડી જશે. મૂળ ન્યુઝીલેન્ડની બ્લન્ટ નામની છત્રી બનાવતી કંપનીએ એવી સ્માર્ટ માઈક્રોચિપ સાથેની છત્રી માર્કેટમાં મૂકી છે જેને અાપણે ઈચ્છીએ તો પણ ખોઈ શકીએ નહીં.

અા છત્રીના કાપડની અંદર પ્લાસ્ટિકની એક બ્લુટૂથ ચિપ ફિટ કરવામાં અાવી છે જે એક મોબાઈલ એપ્લિકેશનની મદદથી અાપણા સ્માર્ટફોન સાથે સંપર્કમાં રહે છે. જો અાપણે અા છત્રીથી ૧૫થી ૩૦ મીટરની ત્રિજ્યાની બહાર જઈએ તો એ તરત જ અાપણા સ્માર્ટફોનમાં અલર્ટ અાપે છે. ત્યાર પછી જેવો અાપણો ફોનમાં જ ફાઈન્ડનો કમાન્ડ અાપીએ એટલે એ અાપણને નકશાની મદદથી છત્રી સુધી પહોંચવા માટે ગાઈડ કરે છે. 

 

You might also like