સ્પે. કોર્ટના જજ આજે ગુલબર્ગ સોસાયટીની મુલાકાત લેશે

અમદાવાદઃ વર્ષ ૨૦૦૨માં થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ મામલે આજે સ્પેશિયલ કોર્ટના જજ પી.બી. દેસાઈ ગુલબર્ગ સોસાયટીની મુલાકાત લેવા માટે સીટના અધિકારીઓ, આરોપીઓ, ફરિયાદી તથા સીટના વકીલો સાથે ઘટનાસ્થળે જશે. પૂર્વસાંસદ અહેસાન જાફરીના મકાન સહિત અન્ય મકાનોની મુકાલાત લેશે.

ઉલ્લેખનીય છે કે તા.૨૮-૦૨-૨૦૦૨ના રોજ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ સર્જાયો હતો. અા ઘટનામાં પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત ૧૫૦ વ્યક્તિઓનાં મોત થયાં હતાં. કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટના આદેશથી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી.

હાલ સ્પેશિયલ કોર્ટમાં આરોપીઓના વકીલ અભય ભારદ્વાજ દ્વારા દલીલો ચાલી રહી છે, જેમાં મુખ્ય સાક્ષીઓએ આપેલી જુબાનીઓમાં વિરોધાભાસ હોવાની રજૂઆતો થઇ હતી. બે આરોપીઓએ પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી તેમનો નાર્કો ટેસ્ટ અને બ્રેઇનમેપીંગ ટેસ્ટની અરજી કરી હતી.  કોર્ટે પહેલાં પણ જાફરીના મકાન તથા ગુલબર્ગ સોસાયટીના મકાન જોવા માટેની ઇચ્છા વ્યકત કરી અને 27 જુલાઇના રોજ સ્પેશિયલ કોર્ટમાં યોજાયેલી મીટીંગમાં ગુલબર્ગ સોસાયટીની મુલાકાતે જવા માટેનો આદેશ કર્યો હતો 

You might also like