સ્પર્શની અનુભૂતિ કરાવે એવો રોબોટિક હાથ શોધાયો

અમેરિકન મિલિટરી તથા માયામી યુનિવર્સિટીને એવો રોબોટિક હાથ બનાવવામાં સફળતા મળી છે જે હાથની ક્ષતિ ધરાવતા લોકોને વસ્તુઓ પકડવાની મૂવમેન્ટ્સ તો અાપે જ છે, સાથોસાથ જે-તે વસ્તુ પકડ્યાના સ્પર્શની અનુભૂતિ પણ કરાવશે. અા નવો રોબોટિક હાથ તેમણે ૨૮ વર્ષના નાથન નામના એક પેરેલાઈઝ્ડ યુવાનને ફિટ કર્યો છે.

અાશ્ચર્યની વાત એ થઈ કે તે યુવાને દાયકામાં પહેલીવાર કોઈ વસ્તુને સ્પર્શ કર્યાનો અનુભવ કર્યો. અા અનોખી સિદ્ધિ માટે સંશોધકોએ તે યુવાનના મગજના સેન્સરી કોર્ટેક્સ તરીકે ઓળખાતા ભાગમાં એકદમ ટચૂકડાં ઈલેક્ટ્રોડ્સને હરોળબંધ ગોઠવ્યાં છે. હવે જ્યારે તે યુવાન કશુંક સ્પર્શે છે ત્યારે એ સ્પર્શને લગતો એક ઈલેક્ટ્રિક સંકેત હાથમાંથી નીકળીને મગજમાં જાય છે અને સ્પર્શની અનુભૂતિ કરાવે છે. 

 

You might also like