સ્થાનિક બજારમાં સોનું ફરી એક વાર સાડા પાંચ વર્ષની નીચી સપાટીએ

અમદાવાદઃ સ્થાનિક બજારમાં સોનામાં ફરી એક વાર ઘટાડા તરફી ચાલ નોંધાઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાડા પાંચ વર્ષની નીચી ૧૦૮૨ ડોલર પ્રતિઔંસની સપાટીએ પહોંચી ગયું છે. આમ, હાજર બજારમાં સોનામાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે ફેબ્રુઆરી ૨૦૧૦ની નીચી સપાટીએ ભાવ જોવાયા છે, જ્યારે ડિસેમ્બર વાયદામાં ૦.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું ૨૫,૨૦૦ની સપાટીએ ખૂલ્યું હતું. જાણકારોના કહેવા પ્રમાણે ચીનમાં જોવાયેલી નરમાઇની અસરે સોનાની નવી માગ અટકી છે તો બીજી બાજુ ડોલરમાં નવેસરથી મજબૂતાઇ તરફી ચાલ નોંધાઇ છે, જેની અસરે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં વધુ ઘટાડા તરફી ટ્રેન્ડ નોંધાયો છે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે સોનામાં રોકાણકારો મોઢું ફેરવી રહ્યા છે. રિટર્ન ઘટવાની શક્યતાઓ પાછળ મોટા ફંડહાઉસો રોકાણ ઘટાડી રહ્યાં છે અને ડોલર ઉપર વધુ વિશ્વાસ મૂકી કવર કરી રહ્યા છે. આવા સેન્ટિમેન્ટ પાછળ વૈશ્વિક બજારમાં સોનું ૧૦૮૨.૮ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવાયું છે.ગ્રાહકો ૨૫ હજારની સપાટી તૂટવાની રાહ જોઈ રહ્યા છે
સ્થાનિક બજારમાં હજુ પણ સોનું ૨૫ હજારની સપાટીના ઉપલા મથાળે ટકી રહ્યું છે. પાછલા કેટલાય સમયથી ઘટાડો નોંધાયો હોવા છતાં ૨૫,૦૦૦ની સપાટી તૂટી નથી ત્યારે ગ્રાહકો આ સપાટ તૂટે તેન રાહ જોઇ રહ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે આ સપાટી તૂટે તો મોટી ખરીદી નોંધાઈ શકે તેમ છે.
 
You might also like