સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયો હજુ નીચે જવાની શક્યતા

અમદાવાદઃ ડોલર સામે રૂપિયાએ ૬૫ની સપાટી ક્રોસ કરી દીધી છે. ચીનના યુઆનના અવમૂલ્યનના કારણે ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે. હવે આ રૂપિયો વધુ કેટલો નબળો પડી શકે છે. આ અંગે વિવિધ નાણાં સંસ્થાઓએ અંદાજ મૂક્યા છે, જેમાંની મોટા ભાગની સંસ્થાઓ દ્વારા રૂપિયો આગામી દિવસોમાં ટૂંકા ગાળામાં ૬૬ની સપાટીએ જોવાશે તેવો મત વ્યક્ત કરાયો હતો.નબળો રૂપિયોઃ ક્યાં ફાયદો? ક્યાં નુકસાન?
રૂપિયો સતત ઘસાતો જઈ રહ્યો છે ત્યારે સ્થાનિક કેટલાક સેક્ટરને ફાયદો થશે તો કેટલાક સેક્ટરને સીધી નુકસાની થશે. ખાસ કરીને રૂપિયો નબળો પડવાથી આઈટી સેક્ટર, ફાર્માસ્યુટિકલ સેક્ટર, કેમિકલ સેક્ટરને સીધો ફાયદો થશે તો બીજી બાજુ ડોલર ટર્મ્સમાં આયાત મોંઘી થતાં આયાત કરતાં એકમોને સીધી નુકસાની થશે. ખાસ કરીને એન્જિનિયરિંગ સેક્ટર સહિત સોના-ચાંદી તથા ક્રૂડની આયાત પડતર ઊંચી આવશે.રૂપિયો ક્યાં સુધી જશે?• એસબીઆઈ                                                    ૬૫.૬થી ૬૬
• બાર્કલેઝ, કોટક સિક્યોરિટીઝ, ફેડરલ બેન્ક               ૬૫.૫
• એક્સિસ બેન્ક, બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ        ૬૫.૦
• આઈડીબીઆઈ બેન્ક                                         ૬૪.૫
• ઈન્ડિયા ઈન્ફોલાઈન, એડલવાઇસ                        ૬૬.૦
• ડીબીએસ બેન્ક                                                ૬૫.૫
You might also like