સ્થાનિકમાં ચાંદીના ભાવ રૂ. ૩૦ હજારની સપાટી નીચે જોવાશે?

અમદાવાદઃ સોનામાં જોવાયેલા ભારે ઘટાડા પાછળ ચાંદીના ભાવમાં પણ નરમાઇ જોવાઇ છે. ચાંદી સ્થાનિક બજારમાં પાછલાં પાંચ વર્ષની નીચી સપાટીએ જોવાઇ છે. અમેરિકા આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજના દરમાં વધારો કરે તો ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવાઇ શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે ચીનની ચાંદીની માગમાં કોઇ વધારો ન થાય તો તેની અસરે પણ ભાવ વધુ ઘટશે. ઉલ્લેખનીય છે કે ચીન દુનિયાનો સૌથી મોટો મેટલ વપરાશકાર દેશ છે. ચીનમાં આવેલી ઔદ્યોગિક નરમાઇએ નવી ચાંદીની માગ અટકી છે ત્યારે સ્થાનિક બજારમાં પણ ચાંદીના ભાવ પાંચ વર્ષના તળિયે પહોંચી ગયા છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ૧૪.૫ ડોલર પ્રતિ ઔંસ સપાટીએ ટ્રેડિંગમાં છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં ચાંદીના ભાવ ૧૩ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવાઇ શકે છે. ચાંદીનો સૌથી વધુ ઉપયોગ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે. જાણકારોના કહેવા પ્રમાણે વર્ષ ૨૦૧૫ ચાંદી માટે નકારાત્મક વર્ષ સાબિત થઇ શકે છે. તો બીજી બાજુ ડોલરમાં જોવાયેલી મજબૂતાઇની અસરે પણ ચાંદીના ભાવ વધુ તૂટી શકે છે.પાંચ સપ્તાહમાં ચાંદીમાં રૂ. ૨૮૦૦નો કડાકોપાછલા પાંચ સપ્તાહમાં ચાંદીમાં રૂ. ૨૮૦૦થી વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. ચાંદી સ્થાનિક બજારમાં ૩૪,૦૦૦ની સપાટી તોડી નીચે ૩૩,૫૦૦ની આસપાસ જોવા મળી રહી છે.
You might also like