સ્ત્રીઓ પુરુષો કરતાં ઓછા ક્રીએટિવ વિચારો ધરાવે છે

એક અભ્યાસ કહે છે કે સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ ક્રીએટિવ વિચારો કરનારા મનાય છે. નેધરલેન્ડ્સની ડ્યુક યુનિવર્સિટીના રિસર્ચરોએ ૮૦ પાર્ટિસિપન્ટ્સને ક્રીએટિવિટીનું વર્ણન કરતો ફકરો લખવા કહ્યું હતું. હટકે વિચાર કરવાની ક્ષમતા બાબતે પાર્ટિસિપન્ટ્સે સર્જનાત્મક્તાને સ્પર્ધાત્મક્તા, જોખમ ઉઠાવવાની ક્ષમતા, મહત્ત્વાકાંક્ષા, નિર્ણયાત્મક્તા જેવાં વધુ પુરુષોમાં જોવા મળતાં લક્ષણો સાથે સરખાવી હતી.

સ્ત્રીઓમાં જોવા મળતા ગુણો જેવા કે સહકાર, સમજણ, બીજાને સપોર્ટ કરવા જેવી બાબતોને ગૌણ ગણી હતી. બીજા એક પ્રયોગમાં રિસર્ચરોએ ૧૬૯ પાર્ટિસિપન્ટ્સને અાર્કિટેક્ટ્સ અને ફેશન-ડિઝાઈનર્સની ક્રીએટિવિટીને મૂલવવા જણાવ્યું હતું. તમામ લોકોને ત્રણ વિવિધ અાર્ટિસ્ટ્સે તૈયાર કરેલી ત્રણ તસવીરો બતાવી હતી અને હટ કે વિચાર મુજબ રેટિંગ કરવાનું કહ્યું હતું. 

You might also like