સ્ત્રીઓને ગુલામ રાખતા હોવાથી મુસ્લિમો પછાત છે

લખનૌઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઉપકુલપતિ રિટાયર્ડ લેફ. જનરલ જમીરુદ્દીન શાહે જણાવ્યું છે કે મુસ્લિમો વિકાસની દોડમાં પાછળ છે, કારણ કે તેમણે પોતાના સમુદાયની સ્ત્રીઓને ગુલામ તરીકે રાખી છે. એક અહેવાલ અનુસાર શાહે એવું જણાવ્યું છે કે મુસ્લિમ સમુદાયે પોતાની અડધી વસ્તીનો કોઈ ઉપયોગ જ કર્યો નથી. સ્ત્રીઓ માત્ર ગુલામ જ બની રહી છે અને તે પણ ઘરની અંદર રહીને.  

મુસ્લિમો કોઈ બીજાને દોષ આપી શકે તેમ નથી. તમે જ સ્ત્રીઓને ગુલામ તરીકે રાખી છે અને તેનું પરિણામ એ છે કે હવે તમે ગુલામ બની ગયા છો એવું શાહે લખનૌમાં આયોજિત એએમયુ ઓલ્ડ બોઇઝના એક સન્માન સમારોહમાં કહ્યું હતું. શાહે વધુમાં જણાવ્યું હતું કે હું સાઉદી અરેબિયામાં રહું છું, ત્યાં પણ આવી જ હાલત છે. સ્ત્રીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને ગુલામ બનાવી દેવામાં આવી છે. મુસ્લિમજગતમાં સ્ત્રીઓને ગુલામની જેમ રાખવામાં આવે છે અને આ જ કારણસર મુસ્લિમો પછાત છે.

 

You might also like