સ્ટાર ઇન્ડિયાના પૂર્વ CEOની પત્નીની ધરપકડ

નવી દિલ્હીઃ સ્ટાર ઇન્ડિયાના પૂર્વ સીઈઅો પીટર મુખરજીની પત્ની ઇન્દ્રાણી મુખરજીની વર્ષ ૨૦૧૨માં થયેલી બહેનની હત્યાના અારોપસર ધરપકડ કરાઈ છે. મુંબઈની ખાર પોલીસ ડીપીસીના જણાવ્યા મુજબ ઇન્દ્રાણી મુખરજીને પોલીસ અા અંગે પૂછપરછ કરી રહી છે. તેમણે જણાવ્યું કે  પોલીસ અા કેસની તપાસ કરી રહી છે. 

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨માં ઇન્દ્રાણીની બહેન શીના બોરાની લાશ રાયગઢથી મળી અાવી હતી. તે મુંબઈમાં રહેતી હતી અને એકાએક ગાયબ થઈ ગઈ. મંગળવારે પોલીસની એક ટીમે ઇન્દ્રાણીની વર્લી સ્થિત તેના રહેઠાણથી ધરપકડ કરી હતી. પોલીસનો દાવો છે કે શીના બોરાની હત્યામાં કેટલાક નવા પુરાવા મળ્યા છે. અા પુરાવાઅોથી એવું લાગી રહ્યું છે કે ઇન્દ્રાણી પોતાની બહેનના અપહરણ અને તેની હત્યામાં સામેલ હતી.

સૂત્રોનું કહેવું છે કે ઇન્દ્રાણીની ધરપકડ શ્યામ રાય નામના એક વ્યક્તિના નિવેદનથી થઈ હતી. પોલીસે તેને એક અજ્ઞાત પિસ્તોલ અંગે પકડ્યો હતો અને પૂછપરછ કરી હતી. 

પૂછપરછમાં તેને રોનાવાલામાં કોઈ બળી ગયેલી લાશને દફનાવવા અંગે જાણકારી અાપી. તેને શીના બોરા મર્ડર કેસમાં પોતાની ભૂમિકા અંગે પણ પોલીસને જાણકારી અાપી. પોલીસના નિવેદનો બાદ ઇન્દ્રાણી મુખરજીની ધરપકડ કરવામાં અાવી. 

You might also like