સ્કોલરશિપ સાથે USના નિષ્ણાતો સંગ અભ્યાસ કરવાની તક

અમેરિકાના નિષ્ણાતો સાથે અભ્યાર કરવાની ઉત્તમ તક. યૂનાઇટેડ સ્ટેટ ઇંડિયા અજ્યુકેશનલ ફાઉન્ડેશન (યૂએસઆઇઈએફ) તરફથી વર્ષ 2015-16 એકેડેમિક યર માટે સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે. ફૂલબ્રાઇટ સ્પેશલિસ્ટ પ્રોગ્રામ હેઠળ યૂનિવર્સિટીજ અને ઇન્સ્ટિટ્યૂશન્સને યૂએસ ફેકલ્ટિ અને પ્રોફેશનલ્સ સાથે મળીને અભ્યાસ કરવાની તક મળશે. 

સ્કોલરશિપ મેળવવા માટેની શરતો અને લાયકાત

– દેશની માન્ય યૂનિવર્સિટી કે સંસ્થાના સ્નાતક અથવા અનુસ્નાતક વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે.

– ઉમેદવાર પાસે આર્ટ્સ અથવા સાયન્સ સ્ટ્રીમની ડિગ્રી હોવી જોઇએ.

– આ સ્કોલરશિપ માટે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. 

અરજી કરવાની છેલ્લી તારીખઃ 31 ઓક્ટોબર

વેબ સાઇટ : www.usief.org.in

You might also like