સ્કૂલ ટોઈલેટ ટાર્ગેટ પરિપૂર્ણ થવાના આરે હોવાનો દાવો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં સ્કૂલ ટોઈલેટની જાહેરાત કરી હતી. મોદી સ્વતંત્રતા દિવસના પ્રસંગે બીજી વખત દેશને સંબોધન કરવા જઇ રહ્યા છે ત્યારે સ્કૂલ ટોઈલેટ ઉપર કામ ખૂબ ઝડપથી પૂર્ણતાના આરે છે. સરકાર તેના ટાર્ગેટની બિલકુલ નજીક પહોંચી ચુકી છે. આશરે ૯૮ ટકા સુધી કામકાજ થઇ ચુક્યું છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ૧૩મી ઓગસ્ટની સાંજ સુધીમાં અભૂતપૂર્વ કામગીરી થઇ ચૂકી છે.જિલ્લા અને બ્લોકસ્તરે સફળ કામગીરી થઇ છે. સ્વતંત્રતા દિવસના પ્રસંગે મોદી આવતીકાલે બીજી વખત દેશને સંબોધન કરનાર છે ત્યારે આ મોટી સિદ્ધિ સમાન છે. કુલ ટાર્ગેટ પૈકી ૧.૬ ટકા ટાર્ગેટ અથવા તો ૭૦૦૦ ટોઈલેટોનું કામ બાકી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ૯૮.૩૨ ટકા કામ પૂરુ થઇ ચુક્યું છે. કેબિનેટ સચિવાલય અને વડાપ્રધાનની ઓફિસ બંનેના અધિકારીઓએ દાવો કર્યો છે કે, સ્વચ્છ વિદ્યાલય મિશન ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી.નિર્માણની સ્થિતિ અંગે કલાકે માહિતી મેળવવામાં આવી રહી હતી. કાઉન્ટડાઉનની શરૃઆત પ્રથમ દિવસથી જ થઇ હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, ૭૦૩૦ ટોઈલેટોનું નિર્માણ બાકી રહ્યું છે. સૌથી વધારે કામ ઓરિસ્સામાં બાકી રહ્યું છે જ્યાં ૧૩મી ઓગસ્ટના આંકડા મુજબ ૬૬૦૦ ટોઈલેટોનું કામ બાકી રહ્યું છે. બિહાર અને છત્તીસગઢમાં ૨૫૦થી વધુ અને ૯૦ ટોઈલેટો બાકી રહ્યા છે. પીએસયુ દ્વારા ૬૭૬૯ અને ખાનગી સેક્ટર દ્વારા ૨૫૩  ટોઈલેટોનું નિર્માણ કામ બાકી રહ્યું છે.કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સૌથી વધુ પેન્ડિંગ કામ રાખવામાં આવ્યું છે. સરકારી ફંડ મારફતે નિર્માણ પામેલા ટોઈલેટોનો રેકોર્ડ ખુબ શાનદાર રહ્યો છે. આમા માત્ર આઠ ટકા ટોઈલેટોનું કામ બાકી રહ્યું છે. ટોઈલેટ નિર્માણનું ટાર્ગેટ સમયસરરીતે ચાલી રહ્યું હતું.  સ્વચ્છ વિદ્યાલય મિશન હેઠળ કુલ ૪૧૭૭૯૬ ટોઈલેટનું નિર્માણ કરવામાં આવનાર છે. પીએસયુ દ્વારા ૪૧૪૬૩૬નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સ્થિતિમાં સતત સુધાર થઇ રહ્યો છે.
 

You might also like