સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા : રાજકોટમાં તોફાની વરસાદની શરૂઆત

રાજકોટ : લાંબા સમય બાદ રાજકોટમાં મેઘરાજાનાં પધરામણાં થયા હતા. અસહ્ય ગરમીનાં કારણે પરેશાન નગરજનોને વરસાદે ક્ષણીક શાંતિ આપી હતી. ભારતીય સમુદ્રનાં ઉત્તરી હિસ્સામાં એક વાવાઝોડુ પેદા થયું છે અને તે મુંબઇ અને ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જો કે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં માત્ર સૌરાષ્ટ્રમાં જ જોવા મળશે. અત્રે નોંધનીય છે કે સૌરાષ્ટ્રનાં ઘણાં વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાટપાઓ પડ્યાનું નોંધાયું છે. આગામી દિવસોમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સવારે રાજકોટ અને ગોડલનાં અસપાસનાં વિસ્તારોમાં મેઘાડંબર જામ્યો હતો. ક્યાંય સામાન્ય પછેડી પલાળ તો ક્યાંક નેવાધાર વરસાદ જોવા મળ્યો હતો. તે ઉપરાંત શુક્રવારે જેતપુરમાં પણ વરસાદ પડ્યો હતો. હાલ તો રાજકોટમાં સંપુર્ણ તોફાની વાતાવરણ સર્જાયું છે. તે ઉપરાંત વિંછીયાનાં ઓરી ગામે વિજળી પડતા 17 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું છે. 

અપર એર સાક્લોન સરક્યુલેશન ઉત્તર પુર્વ અબી સમુદ્ર એટલે કે સૌરાષ્ટ્રની પશ્ચિમે અને સિંધ કચ્છ બાજુ સર્જાયું છે. જેનાં કારણે સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં આગામી 17મી સપ્ટેમ્બરનાં રોજ વાતાવરણ વાદળછાયું રહે તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત ક્યાંક ક્યાંક છુટોછવાયો વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. 

You might also like