સોશ્યલ સાઇટ પર રોમિયોથી બચવા પ્રોફાઇલ પીક્ચર રાખો કદરૂપુ

લંડન : મહિલાઓ પ્રોફેશ્નલ નેટવર્કિંગ સાઇટ પર પોતાની કદરૂપી તસ્વીર પોસ્ટ કરે જેથી તેઓ બેકાર પુરૂષોની બચી શકે. ગત્ત અઠવાડીયે 27 વર્ષની એક વકીલ શાર્લેટ પ્રાઉડમને આ અંગે વાત કરીને વિવાદ પેદા કરી દીધો હતો. આ ઘટનાં બાદ ટ્વિટર પર મહિલાઓ આ પ્રકારનાં પુરૂષો અંગે પોત પોતાનાં અનુભવો જણાવી રહી છે. બ્રિટિશ સમાચાર પત્ર ધ ઇન્ડિપેન્ડન્ટનાં એક રિપોર્ટ અનુસાર લિંક્ડઇન પર માત્ર સારી તસ્વીરોનાં કારણે મહિલાઓને પરેશાની થઇ રહી છે. 

પ્રાઉડમન ખુબ જ નારીવાદી વિચારસરણી ધરાવે છે અને તે કેંબ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહી છે. તેણે ગત્ત અઠવાડીયે એક મેસેજ શેર કર્યો હતો. લંડનની એક ફર્મ બ્રાઉન રુડનિકનાં વકીલ એલેગ્જેડન્ટ કાર્ટર સિલ્ક તરફતી તેને આ મેસેસ આવ્યો હતો. કાર્ટર સિલ્ક તેની સાથે લિંક્ડ ઇન પર કનેક્ટ થવા માંગતા હતા અને તેમણે મેસેજ મોકલ્યો હતો જેનો અર્થ થાય છે કે હું જાણું છું કે આ વાત અત્યાર કરવી યોગ્ય નથી પરંતુ તમારી તસ્વીર ખુબ જ સુંદર છે. 

જેનો પ્રાઉડમને એવો જવાબ આપ્યો હતો કે હું લિંક્ડઇન પર બિઝનેસ માટે છઉં નહી કે લૈંગિક ભેદભાવ કરનારા પુરૂષો મારી શારીરિક બનાવટ જોઇને મારા વખાણ કરે તે માટે. પ્રાઉડમને લખ્યું કે તમારો વ્યવહાર કોઇ પણ પ્રકારે સ્વિકાર્ય નથી. તમારાથી અડધી ઉંમરની કોઇ મહિલાને આ પ્રકારનાં મેસેજ મોકલતા પહેલા તમારે વિચાર કરવો જોઇએ. 

પ્રાઉડમનનો આ મેસેજ વાઇરલ થઇ ગયો હતો. ત્યાર બાદ તેમને ઘણી મહિલાઓનાં મેસેજ આવ્યા હતા. એક અન્ટ લો ગ્રેજ્યુએટ મંદીર કટારિયાએ લખ્યું કે તેને પોતાને પોતાની તસ્વીર પણ બદલવી પડી જેથી તેને આ પ્રકારનાં મેસેજ ન આવે. 

 

You might also like