સોમનાથ ભારતીને રાહત : 2 દિવસ માટે ધરપકડ ટળી

નવી દિલ્હી : ધરેલુ હિંસા મુદ્દે આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય તથા દિલ્હીનાં પુર્વ કાયદામંત્રી સોમનાથ ભારતીને હાલ પુરતી રાહત મળી છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા ભારતીને કામચલાઉ જામી આપી દેવામાં આવ્યા છે, જેનાં પગલે 17 સપ્ટેમ્બર સુધી તેમની ધરપકડ નહી થઇ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પત્ની લિપિકા મિત્રાની હત્યાનો પ્રયાસ અને તેની સાથે મારકુટ કરવાનાં આરોપમાં સોમનાથ ભારતી પર કેસ થયેલો છે. જે અંગે દિલ્હી હાઇકોર્ટે તેમનાં આગોત્રાજામીન અરજી ફગાવી દીધી હતી. 

સોમનાથ ભારતીને દિલ્હી હાઇકોર્ટ તરફથી બે દિવસી રાહત મળ્યા બાદ તેમની પત્ની લિપિકા મિત્રાએ કહ્યું કે, હવે તેમને છુપાવાની કોઇ જ જરૂર નથી, તેમને રાહત મળી ચુકી છે અને તેઓ હવે બહાર આવી શખે છે. લિપિકાએ કહ્યું કે તે જે કાંઇ પણ કરી રહી છે તે માત્ર અને માત્ર પોતાનાં બાળકોનાં સારા ભવિષ્ય માટે કરી રહી છે. બંન્ને વચ્ચે સામજસ્યની કોઇ પણ સ્થિતીને નકારતા તેમણે કહ્યું કે આ સમયે તે કોઇ પણ એવી પરિસ્થિતીમાં તેની લાશ જ ઘરની બહાર નિકળશે. 

આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય સોમનાથ ભારતીએ હાઇકોર્ટમાંથી રાહત મળ્યા બાદ તેમનાં વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે કોર્ટમાંથી રાહત મળતા સુધી દિલ્હી પોલીસ ભારતીની ધરપકડ ન કરી શકે. 

You might also like