સોનુ નિગમે મહાકાળી સાથે કરી રાધે માંની તુલના

મુંબઇ : બોલિવુડ સિંગર સોનૂ નિગમ વિવાદાસ્પદ ધર્મગુરૂનાં બચાવમાં ઉતરી આવ્યો છે. તેણે રવિવારે રાધે માંના સમર્થનમાં ટ્વિટ કર્યા હતા. ટ્વિટમાં તેણે રાધે માં પર કપડાનાં આધારે થઇ રહેલા કટાક્ષનો જવાબ આપ્યો હતો. તેણે રાધે માં પહેલા તેનાં અનુયાયીઓ પર કેસ ચલાવવા માટેની વાત કરી હતી. 

રાધે માં ના સમર્થનમાં સોનૂએ ત્રણ ટ્વિટ કર્યા હતા. પહેલા ટ્વિટમાં તેણે લખ્યું કે, કાલી માં ને તો રાધે માં કરતા પણ ઓછા કપડાઓમાં દર્શાવાય છે. કેવી વિચિત્ર વાત છે કે આ દેશમાં કપડાનાં આધાર પર એક મહિલા પર કેસ ચલાવવામાં આવી રહ્યો છે. બીજા ટ્વિટમાં સોનૂએ લખ્યું કે પુરૂષ સાધુ નગ્ન ફરી શકે છે ડાન્સ કરી શકે છે. પણ રેપનાં આરોપ બાદ જ તેને જેલમાં ધકેલવામાં આવે છે. શું આ લૈંગિક સમાનતા છે ? 

રાધે માંના સમર્થનમાં પોતાનાં ત્રીજા ટ્વિટમાં સોનૂએ લખ્યું કે, કેસ ચલાવવા માંગતા હો તો તેનાં અનુયાયીઓ પર કેસ ચલાવો. તમારા પોતાનાં પર કેસ ચલાવો. મહિલાઓ અને પુરૂષોને ધર્મગુરૂ બનાવવા માટે. મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ નિયમ આ સારી બાબત નથી. 

ઉલ્લેખનીય છે કે રાધે માં હાલનાં દિવસોમાં અશ્લીલતા ફેલાવવા અને દહેજ માટે ઉત્પીડન માટેનો કેસ ચાલી રહ્યો છે. તે દરમિયાન જ તેમની અમુક ટુંકા વસ્ત્રો પહેરેલી તસ્વીરો સામે આવી હતી, જેમાં તે મિનિસ્કર્ટ પહેરીને અલગ અલગ મુદ્રામાં જોવા મળી હતી. 

You might also like