સોનીએ લોન્ચ કર્યો પ્રથમ સિમ ફ્રી ફોન

નવી દિલ્હી : મોબાઇલ માર્કેટમાં સેમસંગ અને માઇક્રોમેક્સ જેવી કંપનીઓને ટક્કર આપવા માટે સોનીએ નવી જ ટેકનીકની મદદ લીધી છે. એક્સપીરિયા જે -1 કોમ્પેક્ટ (ડી – 5788) સોનીનો પહેલો સીમ ફ્રી ફોન છે.આ ફોન યુઝરને પોતાની મરજી અનુસાર નેટવર્ક પસંદ કરવાની સગવડ આપશે. કંપની એક્સપીરિયા જે-1 કોમ્પેક્ટ્સને 20 એપ્રીલનાં રોજ એનટીટી ડોકોમોની સાથે જાપાનમાં લોન્ચ કરશે. 27 માર્ચથી જ જો કે તેનુ પ્રીબુકિંગ ચાલુ થઇ જશે. 

કંપનીના જણાવ્યા અનુસાર આ સોનીનો પહેલો LTE કમ્યૂનિકેશન ‘પ્લેસ સિમ’ ફોન છે. આ ફોનમાં વર્ચ્યુઅલ નેટવર્ક ઓપરેટર (MVNO) સપોર્ટેડ હશે. આ ફોનની ભારતમાં 30 હજાર કિંમત રાખવામાં આવી છે. વાત એક્સપીરિયા જે1 કોમ્પેક્ટના ફીચર્સની કરીએ તો તે એન્ડ્રોઇડ 4.4.4 કિટકેટ ઓએસ પર ચાલશે. 4.3 ઇન્ચની એચડી સ્ક્રીન હશે. ફોનમાં 2જીબી રેમની સાથે સાથે 2.2 ક્વોડ કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 800 જેવું પાવરફુલ પ્રોસેસર હશે. 

ફોનમાં 16 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ કેપેસિટી હશે. આ ઉપરાંત તેમાં માઇક્રો એસડી કાર્ડની મદદથી રોમ વધારવાની સગવડ પણ હશે. પોતાના કેમેરા માટે વખણાતી સોનીએ આ ફોનમાં 20.7 મેગા પિક્સલનો કેમેરો આપ્યો છે, સાથે સાથે સેલ્ફી માટે 2.2 મેગા પિક્સલનો કેમેરો આપ્યો છે. કનેક્ટિવીટીની રીતે જોઇએ તો આ ફોનમા અત્યાધુનિક સગવડો આપેલી છે.

એલઇટીથી માંડીને જીપીએસ, વાઇફાઇ, બ્લૂટુથ 4.0 અને એનએફસી સહિતની તમામ સુવિધા અપાયેલી છે. બેટરી બેકઅપ પણ ખુબ જ સારો ગણી શકાય કારણ કે તેમાં 2300 એમએએચની પાવરફુલ બેટરી પણ આપવામાં આવી છે. 

You might also like