સોનિયા- રાહુલ વિરુદ્ધનાં હેરાલ્ડ કેસમાં ઇડી ફરીથી કરશે તપાસ

નવી દિલ્હી : નેશ્નલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા ફરીથી તપાસ ચાલુ કરવામાં આવશે. ગત્ત મહિને ઇડીનાં પૂર્વ ડાયરેક્ટર રાજન એસ.કટોચેનાં મંતવ્ય અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓની વિરુદ્ધ તપાસને ટેકનીકલ આધાર પર બંધ કરી દેવામાં આવી હતી. કટોચે કહ્યું કે સોનિયા રાહુલની વિરુદ્ધ કોઇ કેસ થઇ શકે તેમ નથી.

સોનિયા રાહુલ અને અન્ય કોંગ્રેસી નેતાઓ પર આ અંગે આર્થિક ગોટાળા કરવાનો આરોપ હતો. કટોચાએ ત્યાર બાદ પદપરથી હટાવી દેવામાં આવ્યા હતા અને સ્પેશ્યલ ડાયરેક્ટર કરનેલસિંહને જવાબદારી સોંપવામાં આવી હતી. આ મુદ્દે ફરિયાદ કરનાર ભાજપનાં નેતા સુબ્રહમણ્યમ સ્વામીએ તપાસ બંધ કરવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે અધિકારીઓની ફરિયાદ કરી હતી. તેમનું કહેવું હતું કે તપાસને ભટકાવવા માટેનાં જ આ પ્રયાસો છે. આ અંગે તેમણે 11 અને 12 ઓગષ્ટનાં રોજ બે પત્રો મોદીને લખ્યા હતા. સ્વામીએ કટોચ પર સોનિયા તથા રાહુલને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. 

સ્વામીનો આરોપ છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિઝે યંગ ઇન્ડિયા નામની એક કંપની બનાવીને ગોટાળા કર્યા અને નેશનલ હેરાલ્ડનો માલિકી હક ધરાવતી કંપની ધ એસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડની સંપત્તિ પર કબ્જો કર્યો હતો. 

You might also like