સોનિયા ગાંધી વધુ અેક વર્ષ માટે કોંગ્રેસ પ્રમુખપદે રહેશે

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં ટોચ લેવલે મોટા ફેરફારો કરવાની વાતો ઘણા સમયથી થઈ રહી છે અને રાહુલ ગાંધીને પ્રમોશન અાપીને તેને કોંગ્રેસના પ્રમુખ બનાવવાની ચર્ચાઅો અને યોજનાઅો લાંબા સમયથી થઈ રહી છે, પરંતુ અેકાઅેક નવા વળાંક તરીકે હાલ તુરંત રાહુલ ગાંધીને અાગળ કરવાનો વિચાર કોંગ્રેસનો નથી. કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી અને અેમના વરિષ્ઠ સલાહકારોઅે રણનીતિ બદલાવી છે અને હાલ તુરંત રાહલ ગાંધીને પ્રમોટ કરવાનું મુલતવી રાખવામાં અાવ્યું છે. સાથોસાથ સોનિયા ગાંધીનો કોંગ્રેસના પ્રમુખ તરીકેનો કર્ાયકાળ વધુ અેક ર્વષ વધારી દેવામાં અાવશે તેવી પ્રબળ સંભાવના છે. 

પાર્ટીના બંધારણમાં સુધારા અને વર્તમાન રાજકીય સ્થિતિ પર વિચાર કરવા માટે અાઠમી તારીખે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક સોનિયા ગાંધીઅે બોલાવી છે. અા બેઠકમાં બિહાર વિધાનસભાની ચૂંટણી અને કેન્દ્ર સરકાર વિરુ રણનીતિને ધાર અાપવા માટે વિચારવિમર્શ કરવામાં અાવશે.

કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીનો કાર્યકાળ અાગામી ડિસેમ્બર મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે. પાર્ટીઅે સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા શરૂ પણ કરી હતી પરંતુ ત્યારબાદ સભ્ય નોંધણી અભિયાનને જારી રાખવાનું અેલાન કરીને ચૂંટણી સ્થગિત કરી દેવામાં અાવી હતી. અાવી સ્થિતિમાં નિત સમયમાં પાર્ટીના પ્રમુખની ચૂંટણી અત્યારે શકય નથી અેટલા માટે જ કોંગ્રેસની કાર્યસમિતિ સોનિયા ગાંધીના કાર્યકાળને અેક વર્ષ વધારી દેવાની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારશે. 

કોંગ્રેસના બંધારણમાં પણ અનેક મોટા ફેરફારો થવાના છે જેમાં કોંગ્રેસના પ્રમુખનો કાર્યકાળ પાંચ ર્વષથી ઘટાડીને ત્રણ ર્વષનો કરવામાં અાવશે. અે જ રીતે અન્ય ફેરફારો પણ અાવી રહ્યા છે. ૨૦૧૦માં બુરાડી દિલ્હી અધિવેશનમાં કોંગ્રેસના પ્રમુખનો કાર્યકાળ ત્રણ ર્વષથી વધારીને પાંચ ર્વષ કરવામાં અાવ્યો હતો પરંતુ હવે ફરીવાર અા કાર્યકાળ ત્રણ વર્ષનો કરી દેવામાં અાવશે અને તે માટેની માનસિક તૈયારી બધાઅે કરી લીધી છે. 

સાૈથી અગત્યની બાબત અે છે કે રાહુલ ગાંધીને અત્યારે કોંગ્રેસના પ્રમુખ બનાવવાનો કોઈ વિચાર કોંગ્રેસનો નથી અને સોનિયા ગાંધી પણ તેમાં સહમત છે. સિનિયરોની સલાહ માનીને સોનિયા કદાચ વધુ અેક ર્વષ સુધી કોંગ્રેસના પ્રમુખ તરીકે સેવા અાપશે. ૮મી તારીખે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં અા નવી રણનીતિનો અમલ કરવા માટે રોડમેપ બનાવવામાં અાવશે. રાહુલ ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવવાથી અત્યારે કોઈ ફાયદો થવાનો નથી. તેવી અનુભૂતિ કદાચ કોંગ્રેસના વરિષ્ઠોને થઈ ગઈ છે. અામ કોંગ્રેસ પોતાના વ્યુહમાં મોટો ફેરફાર કરી રહેલી દેખાય છે.

You might also like