સોનિયાએ નહિ પણ રાહુલે મહિલા કોંગ્રેસ કમિટી રચી

નવી દિલ્હીઃ ૧૭ વર્ષમાં પહેલીવાર કોંગ્રેસની તસ્વીર પરિવર્તિત થતી જોવા મળી છે. વિતેલા દિવસોમાં પક્ષ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓને કહ્યું હતું કે, પક્ષમાં હવે નિર્ણય દ્વારા જ લેવાશે અને એ જ થયું. રાહુલે ઔપચારિક રીતે નિર્ણય લેવાનું શરૂ કરી દીધું છે. ૧૭ વર્ષના પહેલીવાર પક્ષની કોઈ કમિટી સોનિયા ગાંધી સિવાય કોઈ અન્ય નેતાએ ફાઈનલ કરી છે. મહિલા કોંગ્રેસ કમિટીના અધિકારીઓની નિયુકિત પર રાહુલ ગાંધીના હસ્તાક્ષર થયા છે. કમિટી તેઓએ જ ફાઈનલ કરી છે.

અત્યાર સુધી આ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા જ કરવામાં આવતી હતી. કોઈપણ કમિટી પર તેના જ હસ્તાક્ષર હતા પરંતુ ગઈકાલે ઑલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ અધિકારીઓ અને ચાર રાજયોની પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષોની નિયુકિત કરવામાં આવી. આ બધાને રાહુલ દ્વારા જ ફાઈનલ કરવામાં આવ્યા.

તેને કોંગ્રેસમાં રાહુલ યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. કોંગ્રેસ સાંસદ જનાર્દન દ્વિવેદીને આને ઐતિહાસિક ગણાવ્યું છે. અભિનેત્રી નગ્માને ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુકિત કરવામાં આવી છે. જયારે દિલ્હી મહિલા પંચની પૂર્વ અધ્યક્ષ બરખાસિંહને દિલ્હી પ્રદેશ કોંગ્રેસની અધ્યક્ષ બનાવવામાં આવી છે.

 

You might also like