સોનામાં પાછલાં ૧૬ વર્ષમાં સળંગ છઠ્ઠા સપ્તાહે મંદીની ચાલ નોંધાઈ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરમાં મજબૂતાઇ જોવા મળી છે, જેની અસરે સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાનો ભાવ ૧૦૮૫ ડોલર પ્રતિ ઔંસની સપાટીની નીચે ૧૦૮૩ ડોલરની સપાટીએ આવી ગયો છે. પાછલા એક સપ્તાહમાં સોનામાં એક ટકાનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે, જ્યારે જુલાઇ માસમાં સાત ટકાથી વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. પાછલાં બે વર્ષમાં સૌથી મોટો માસિક ઘટાડો છે.  પાછલાં સોળ વર્ષમાં સળંગ છઠ્ઠું સપ્તાહ છે કે જેમાં ઘટાડા તરફી ટ્રેન્ડ નોંધાયો છે.અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં હાલ વધારો નહીં કરવાનો નિર્ણય કરતાં ડોલરમાં ફરી એક વાર તેજીની ચાલ નોંધાઇ છે, જેની અસરે સોનાના ભાવમાં ૧૦૮૫ ડોલરથી પણ નીચે આવી ગયો છે. દરમિયાન ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં સોનાના ભાવ ૨૦,૫૦૦થી ૨૪,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ રહેવાની સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે જો અમેરિકા વ્યાજના દરમાં વધારો કરે તો સોનાના ભાવમાં હજુ પણ વધુ ઘટાડો જોવાઇ શકે છે.
You might also like