સોનામાં નહી, ચાંદીમાં પૈસા લગાવવાથી થશે ફાયદો

નવી દિલ્હી : આ સમય ચાંદીમાં પૈસા રોકાણ કરવાનો છે. નિષ્ણાંતોનું માનવું છે ક આગામી ત્યોહારની સીઝનમાં સોના કરતા ચાંદીમાં વધુ તેજી જોવા મળશે. ચાંદીની કિંમતમાં 12.83 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. મે મહિનામાં 39,000 રૂપિયે પ્રતિ કિલોગ્રામ હતી જે સપ્ટેમ્બરમાં 33,995 પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઇ છે. માર્કેટ એક્ષપર્ટનું માનવું છે કે સોનાની કિંમત ઘટવાના કારણે ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો અને બેસ મેટલ્સની કિંમત ઘટાવાનું મુખ્ય કારણ ચીનમાં આવેલ સ્લોડાઉન છે. જો ચાંદીનો ભાવ 2011ના 70 હજાર રૂપિયા પ્રમાણે જોવા જઇએ તો ભારતીય માર્કેટમાં હાલનો ભાવ ખરીદી માટે ઉત્તમ માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સોનાની મુકાબલે આગામી સિઝનમાં ચાંદીની માગમાં વધારો જોવા મળશે. સોનાની સામે ચાંદીની કિંમત વધુ ઘટી છે. તહેવારો દરમિયાન લોકો સોનાની ખરીદીની જગ્યા ચાંદીને વધુ મહત્વ આપશે. છેલ્લા પાંચ મહિનામાં ચાંદીની કિંમતમાં 12 ટકા જેટલો ઘટાડો જ્યારે સોનાની કિંમતમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે.

You might also like