સૈનિકો પ્રત્યે સહાનુભુતી દર્શાવવા ગયેલા રાહુલને ભગાડાયો

નવી દિલ્હી : વન રેન્ક વન પેન્શનની માંગના મુદ્દે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જુન મહિનાથી જ ધરણા કરી રહેલા પૂર્વ સૈનિકોને દિલ્હી પોલીસે જંતર મંતર પર ધરણા કરવા માટેની પરવાનગી આપી દીધી હતી. હવે તે પ્રદર્શનકારીઓને ત્યાંથી નહી હટાવવામાં આવે. ત્યારે બીજી તરફ પ્રદર્શન કરી રહેલા સૈનિકોને મળવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા હતા. જો કે રાહુલને ધરમ કરતા ધાડ પડી હતી અને તેઓજેવા ત્યાં પહોંચ્યા તો તેમની વિરુદ્ધ નારા લાગવા લાગ્યા હતા અને તેને પાછા ફરી જવા માટે કહેવામાં આવ્યું હતું. પૂર્વ સૈનિકોએ કહ્યું હતું કે તેઓ મંચ પર કોઇ જ સૈનિક ઇચ્છતા નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસે પૂર્વ સૈનિકોને જંતર મંતર પરથી હટાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પરંતુ ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ દિલ્હીનાં પોલીસ કમિશ્નરને કહ્યું કે આંદોલન કરી રહેલા પુર્વ સૈનિકોને જંતર મંતર પરથી ન હટાવવામાં આવે. ત્યાર બાદ તેમને આંદોલન માટેની પરવાનગી આપવામાં આવી હતી. 

પોલીસનું કહેવું હતું કે સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને જંતર મંતર પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પોલીસ ઉપાયુક્ત વિજય સિંહનાં અનુસાર સ્વતંત્રતા દિવસ અગાઉ જંતર મંતર પરથી બધા જ પ્રદર્શનકારીઓને હટાવવા માટે દિલ્હી નગરપાલિકાએ કાર્યવાહી કરી હતી. જેમાં દિલ્હી પોલીસે સહયોગ આપ્યો હતો. 

You might also like