સેલ્ફી માટે સ્ટિક કરતાં શૂઝ બેસ્ટ

પર્ફેક્ટ સેલ્ફી લેવા માટે લોકો કેવાં કેવાં ગતકડાં કરે છે એ અાપણે સૌ જાણીએ છીએ. સેલ્ફી સ્ટિક અાવવાથી લોકો જુદી જુદી રીતના ફોટો ક્લિક કરે છે, પરંતુ સ્ટિકમાં પણ તમારો એક હાથ સ્ટિક પકડવામાં વ્યસ્ત હોય છે એથી ન્યુ યોર્ક સ્થિત મિઝ મૂઝ શૂઝ નામ અાપ્યું. એ શૂઝ પહેરીને પગ ઊંચા કરવાથી પર્ફેક્ટ સેલ્ફી કરી શકાશે.  અા શૂઝની અાગળની રચના ખુલ્લી હોય છે, જ્યાં કોઈ પણ સ્માર્ટફોન મૂકી શકાય છે. શૂઝ પહેરીને પગ ઊંચો કરીને તમે ફોટો ક્લિક કરી શકો છો.એપ્રિલ ફૂલના દિવસે મિઝ મૂઝના ડિઝાઈનિંગ ડિરેક્ટરે કહ્યું હતું કે સેલ્ફી સ્ટિક સેલ્ફી ક્લિક કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ તમે દરેક જગ્યાએ એને હાથમાં લઈને તો ન જઈ શકો એથી અમારે માટે કંઈક નવું બનાવવાની સારી તક હતી.

You might also like