સેમસંગ ગેલેક્સી S6 Edgeનાં ગોલ્ડ અને પ્લેટિનમ વર્ઝન હવે માર્કેટમાં ધૂમ મચાવશે

નવી દિલ્હીઃ અેપલે પોતાના અાઈફોનનાં ૬ અને ૬ પ્લસ મોડલ્સ રજૂ કર્યાં. ત્યાર પછી સોને મઢેલાં મોંઘાદાટ લક્ઝરી મોડલ્સ માર્કેટમાં મુકાયાના સમાચારોઅે ખાસ્સું કુતૂહલ જગાવેલું. ઇન ફેક્ટ, થોડાં અઠવાડિયાં પહેલાં જ્યારે અેપલની સ્માર્ટવોચ લોન્ચ થઈ ત્યારે પણ એનાં હાઈ-એન્ડ મોડલ્સ અાવશે એવી જાહેરાત થયેલી તો અા મામલે એની ક્ટ્ટર હરીફ કંપની સેમસંગ પણ કઈ રીતે બાકાત રહી જાય?

ગોલ્ડજિની નામની લંડનની એક લક્ઝરી કંપની સેમસંગનાં અા નવાં એસ૬ તથા એસ૬ Edge મોડલ્સનાં ૨૪ કેરેટનાં ગોલ્ડ રોઝ (પિન્ક) ગોલ્ડ તથા પ્લેટિનમથી બનેલાં મોડલ્સ માર્કેટમાં મૂકી રહી છે. ગોલ્ડજિનીઅે અા માટે અા બન્ને ફોનના પ્લાસ્ટિકના બેકકવરને સ્થાને અા મોંઘેરી ધાતુઅોનાં કવરનો પ્રયોગ કર્યો છે. અા લક્ઝરીને પ્રતિબિંબિત કરે એવો ફેરફાર અાગળની સ્ક્રીનમાં પણ કરવામાં અાવશે. અા ત્રણેય વર્ઝનની કિંમત ૧.૫૬ લાખ રૂપિયા રાખવામાં અાવી છે.

You might also like