સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટ અપઃ નિફ્ટીએ ૭૮૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદઃ એશિયાઇ બજારોમાં જોવાયેલ સકારાત્મક ચાલના પગલે અને સ્થાનિક શેરબજાર સુધારે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૦૦ પોઇન્ટના સુધારે ૨૫,૮૦૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૨ પોઇન્ટના સુધારે ૭,૮૧૮ની સપાટીએ ખૂલ્યો હતો. આજે શરૂઆતે ઓઇલ એન્ડ ગેસ, મેટલ, ઓટો, બેન્કિંગ સેક્ટરના શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ સેક્ટરમાં ૦.૨૫ ટકાથી ૦.૮૦ ટકા સુધીનો ઘટાડો જોવાયો હતો. તો બીજી બાજુ બેન્ક નિફ્ટીમાં પણ ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આઇટીસી કંપનીના શેર્સમાં ૨.૧૫ ટકા, લ્યુપિન કંપનીના શેર્સમાં ૧.૮૧ ટકા, જ્યારે ટીસીએસ કંપનીના શેર્સમાં ૧.૪૩ ટકાનો સુધારો જોવાયો છે. તો બીજી બાજુ હીરો મોટો કોર્પ કંપનીના શેર્સમાં ૨.૪૭ ટકા, ઓએનજીસી કંપનીના શેર્સમાં ૧.૭૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.
You might also like