સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી

અમદાવાદના વટવામાં સ્થિત આ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ સીપેટ તરીકે જાણીતી છે. સિપેટનો જીટીયુ કોડ છે 052. વટવામાં નિરમા વોસિંગ પાઉટર કંપનીની સામે સ્થિત આ સંસ્થા સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ ડિગ્રી ઇન્સ્ટિટ્યુટ છે. નેશનલ હાઇને નંબર 8 પર જશોદાનગર બસ સ્ટેન્ડથી માત્ર 2 કી.મી.ના અંતરે સ્થિત કોલેજની સ્થાપના વર્ષ 2009માં થઇ હતી. મણિનગર રેલ્વે સ્ટેશનથી કોલેજ 5 કીમીના અંતરે છે. આ સંસ્થાની ટ્યૂશન ફી રૂ 54000 છે.વિદ્યાર્થિઓ માટે એમિનિટિઝ અને સુવિધાઓઆ એન્જિનિયરિંગ સંસ્થામાં વિદ્યાર્થીઓને કોમ્પ્યૂટર, સ્પોર્ટ્સ, ઇન્ટરનેટ, હેલ્થ કેયર, બુક બેંક અને કેન્ટિનની સુવિધા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે વખતો વખત પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમા દેશ વિદેશની જાણીતી કંપનીઓ ભાગ લેતી હોય છે. કોલેજમાં વિદ્યાર્થીઓ માટે બેંકિંગ સેવા પણ ઉપલબ્ધ છે. અમદાવાદમાં વટના નજીકના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કોલેજમાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન ડિઝિટલ લાયબ્રેરી ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે જુદા જુદા હોસ્ટેલ્સની પણ વ્યવસ્થા છે. કોલેજનું સરનામુ અને અગત્યના નંબરસેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીપ્લોટ નંબર 630, ફેઝ IV, GIDC, વટવા, અમદાવાદ – 382445          ફોન: 079-40083901/2, 9662056604          ફેક્ષ: 079-25835236          Email: cipetahmd@gmail.com          Website:  www.cipet.gov.in

You might also like