સેનાઅે મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ નષ્ટ કર્યા ન હતા: સરકારી રેકોર્ડ 

નવી દિલ્હીઃ અા વર્ષે જૂનમાં એ સમાચાર ચર્ચામાં રહ્યા કે ભારતીય સેનાઅે મ્યાનમારની સેનામાં ઘૂસીને ઉગ્રવાદી કેમ્પોને નષ્ટ કરી દીધા, પરંતુ અા અોપરેશનને અંજામ અાપનારની વીરતા સાથે જોડાયેલા ઉલ્લેખોમાં અપાયેલી જાણકારીને યોગ્ય માનીઅે તો અા કામ મ્યાનમારમાં થયું નથી. 

મિ‌નિસ્ટ્રી અોફ સ્ટેટ ફોર ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકા‌િસ્ટંગ રાજ્યવર્ધનસિંહ રાઠોડે જૂન મહિનામાં જાહેરમાં કહ્યું હતું કે ભારતીય સેનાઅે મ્યાનમારની સીમામાં ઘૂસીને બે ઉગ્રવાદી કેમ્પોને નષ્ટ કર્યા છે, પરંતુ સેનાના અા બહાદુરોની વીરતા પુરસ્કારના ઉલ્લેખોમાં પાડોશી દેશનો કોઈ ઉલ્લેખ નથી. તેની પરથી એવા સંકેત મળે છે કે અા અોપરેશન મણિપુર અને નાગાલેન્ડમાં થયું હતું.

અોપરેશનનું નેતૃત્વ કરનાર લે. કર્નલ નેક્ટર સંજેનબમ સહિત અાઠ સૈનિકોની વીરતાની પ્રશંસા સાથે જોડાયેલા ઉલ્લેખોમાં અા અોપરેશનની જાણકારી તો અપાઈ, પરંતુ એવું જણાવાયું નથી કે તેને મ્યાનમારમાં જ અંજામ અપાયો હતો. 

એવું જાણવા મળ્યું છે કે કી‌િર્તચક્ર મેળવનાર લે. કર્નલ સંજેનબમે ઉગ્રવાદી કેમ્પોની સુરક્ષા કરી રહેલા સંત્રીઓને મારવાનું સાહસ બતાવ્યું. અે જ રીતે શૌર્યચક્રથી સન્માનિત કરાયેલા તંકાકુમારે કહ્યું કે ઉગ્રવાદી કેમ્પના મુખ્ય હિસ્સાને ઉડાવતાં પહેલાં ક્રેક કમાન્ડો ટીમ પર કોઈની નજર ન પડે તે ધ્યાન રખાયું હતું.

વીરતાના ઉલ્લેખોમાં કહેવાયું છે કે ભારતીય સેના લગભગ બે ડઝન ઉગ્રવાદીઅોને મારવામાં સફળ રહી. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાઅે અા અોપરેશનમાં સામેલ ૨૧ પેરાના અાઠ સૈન્યકર્મીઅોને વીરતા પુરસ્કાર અાપ્યા હતા, પરંતુ અા પુરસ્કારો સાથે જોડાયેલા ઉલ્લેખોને ગુપ્ત રખાયા હતા. અા પહેલાં વિદેશી ધરતી પર દર્શાવાયેલી બહાદુરી માટે વીરતા પુરસ્કારો સાથે જોડાયેલા ઉલ્લેખોને જાહેર કરાયા હતા. 

ભારતીય સેનાઅે અોફિશિયલી એવું ક્યારેય કહ્યું નથી કે તેના સેનિકોઅે સીમા પાર હુમલો કર્યો હતો. અોપરેશનના દિવસે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અોપરેશન ભારત ભારત-મ્યાનમાર સીમા પર થયું છે અને અા અંગે મ્યાનમારના પ્રશાસનની સાથે સેના સંપર્કમાં છે. સેનાની પ્રશંસા કરનાર રાઠોડે એક નિવેદનમાં કહ્યું હતું કે સેનાઅે મ્યાનમારમાં ઘૂસીને હુમલા કર્યા હતા. રાઠોડના નિવેદનથી મ્યાનમાર સરકાર નારાજ થઈ હતી અને તેને કેન્દ્ર સરકારને ઉચ્ચ સ્તરે વાત કરીને વાંધો ઉઠાવ્યો છે.

You might also like