સુષ્માંએ રાજીવ પર આરોપ લગાવતા પહેલા જેટલી પાસેથી સત્ય જાણ્યું હોત

નવી દિલ્હી : લલિત ગેટ મુદ્દે સંસદનું મોનસુન સત્ર સંપુર્ણ ધોવાઇ ગયા બાદ કોંગ્રેસ – ભાજપમાં વાકયુદ્ધ ચાલુ થઇ ગયું છે. કોંગ્રેસે ગુરૂવારે બોફોર્સ મુદ્દે પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર લગાવાયેલ આરોપોનાં જવાબ આપતા કેન્દ્રીય મંત્રી સુષ્માં સ્વરાજ પર હલ્લો કર્યો હતો. કોંગ્રેસે કહ્યું કે ક્વોત્રોચ્ચીનાં મુદ્દે આરોપ લગાવતા પહેલા સુષ્માંએ થોડુક તત્કાલીન કાયદા મંત્રી અરૂણ જેટલીને પણ પુછી લેવું જોઇતું હતું. કોંગ્રેસે સાથે જ રણશિંગુ ફુંક્યું હતું કે લલિત ગેટ મુદ્દે સરકારનો પીછો નહી છોડે. 

ગુરૂવારે પુર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ તરફથી વળતો હૂમલો કર્યો હતો. ચિદમ્બરમે લોકસભામાં બુધવારે રાજીવ ગાંધી પર લગાવાયેલા આરોપો અંગે સુષ્માં સ્વરાજની ઝાટકણી કાઢી નાખી હતી. તેઓએ કહ્યું કે તેઓએ રાજીવ ગાંધી પર આરોપ લગાવતા પહેલા પોતાનાં સાથી મંત્રી અરૂણ જેટલીની પુછપરછ કરી લીધી હોત તો તેમને સંપુર્ણ સત્યનો ખ્યાલ આવી જાત, કારણ કે ત્યારે વાજપેયી સરકારમાં જેટલી જ કાયદા મંત્રી હતા. 

 

ચિદમ્બરમે કહ્યું કે બોફોર્સ મુદ્દે રાજીવ ગાંધીને 4 ફેબ્રુઆરી 2004નાં રોજ કોર્ટે ક્લિન ચીટ આપી હતી. સીબીઆઇને તપાસમાં રાજીવ ગાંધીની વિરુદ્ધ કોઇ જ પુરાવા નહોતા મળ્યા. તેઓએ કહ્યું કે તેનાં ત્રણ મહિનાં પછી સુધી NDA સરકાર સત્તામાં હતી. ચિદમ્બરમે સવાલ પેદા કર્યો કે ત્યારની સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કેમ ન લીધો.

You might also like