સુનીલ શેટ્ટીની પુત્રી આથિયાનું હીરો ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ 

સુનીલ શેટ્ટીની પુત્રી અાથિયા શેટ્ટી ફિલ્મ ‘હીરો’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. અા ફિલ્મનું નિર્માણ સલમાનખાને કર્યું છે અને નિર્દેશક નિખિલ અડવાણી છે. અા ફિલ્મ સુભાષ ઘાઈની સુપરહિટ ફિલ્મ ‘હીરો’ની રિમેક છે. સુભાષ ઘાઈએ જેકી શ્રોફને લોન્ચ કર્યો હતો. સલમાનખાન અાદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીને લોન્ચ કરી રહ્યો છે. અા ફિલ્મમાં મીનાક્ષી શેષાદ્રીવાળી ભૂમિકા અાથિયા શેટ્ટી ભજવવાની છે. 

અાથિયા શેટ્ટીને બાળપણથી એક્ટિંગનો શોખ છે. તે ત્રણ વર્ષની હતી ત્યારથી ‘એક દો તીન…’ સોંગ પર ડાન્સ કરતી હતી અને ખૂબ ફિલ્મો જોતી હતી, પરંતુ તેણે પોતાના પિતા સુનીલ શેટ્ટીને કહ્યું નહીં કે તેને એક્ટિંગ પ્રત્યે પ્રેમ છે. તેને ડર હતો કે એક્ટિંગ અંગે જાણ થશે તો પાપાની પ્રતિક્રિયા શું હશે. બાળપણમાં અાથિયા મમ્મીની ખૂબ નજીક હતી. તે મમ્મીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ માને છે અને એક ફ્રેન્ડ હોવાના કારણે તે મમ્મી સાથે બધી વાતો શેર કરે છે. અાખરે જ્યારે તેણે પાપાને એક્ટિંગ અંગે કહ્યું તો તેના પિતા ખૂબ જ ખુશ થયા. 

અાથિયા કહે છે કે પિતા એક્ટર હોવાના કારણે મને પ્લેટફોર્મ તો સરળતાથી મળી ગયું, પરંતુ અાગળ ખૂબ જ મહેનત કરવી પડશે. અાથિયા એમ પણ કહે છે કે બાળપણમાં ભલે મને એક્ટિંગ પ્રત્યે પ્રેમ હતો, પરંતુ મેં અભિનેત્રી બનવા અંગે ગંભીરતાથી વિચાર્યું ન હતું. તેથી જ્યારે તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમા એડમિશન લીધું ત્યારે તેણે એક્ટિંગનો કોર્સ પસંદ કર્યો, જેમાં ફિલ્મ મેકિંગ અંગે જણાવવામાં અાવે છે. તેણે જણાવ્યું કે બાંદ્રાના એક જિમમાં નિયમિત રીતે જાય છે, જ્યાં તેની મુલાકાત સલમાનની બહેન અલવિરા સાથે થઈ. અલવિરાએ સલમાનને અાથિયા અંગે વાત કરી. અા રીતે અાથિયાને ‘હીરો’ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો. 

 

You might also like