સુગંધની સંવેદના ઘટી જાય એ મૃત્યુ નજીકમાં હોવાનું એક લક્ષણ છે

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં અાવેલી કોલંબિયા યુનિવર્સિટીના રિસર્ચરોએ ૬૫ વર્ષથી મોટી વયનાં લગભગ ૧૨૦૦ સ્ત્રી-પુરુષોનો અભ્યાસ કરીને તારવ્યું છે કે વૃદ્ધાવસ્થામાં સ્મેલની સંવદેના ઘટી જાય એ પછી તેમનું વહેલું મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. જો ૬૫ વર્ષની વય પછી તમને કોફીનો કપ હાથમાં લીધા પછીયે એની અરોમા ફીલ ન થતી હોય અથવા તો મોગરાનું ફૂલ નાક પાસે ધર્યા પછીયે સુગંધ ન અાવતી હોય તો એ ચેતવણીનું લક્ષણ હોઈ શકે છે. રિસર્ચરોએ નોંધ્યું હતું કે સુગંધની સંવેદના સાવ જ જતી રહે તો એ પછીનાં ચારથી પાંચ વર્ષમાં જ વયસ્ક વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.

You might also like