સીબીઆઈ દ્વારા એ.રાજા સામે અપ્રમાણસર સંપતિનો કેસ દાખલ

નવી દિલ્હીઃ રૂ.૧.૭૬ કરોડના ટુ જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ કેસમાં ધરપકડ કરાયાના ચાર કરતાં વધુ વર્ષ બાદ સીબીઆઈએ પૂર્વ ટેલિકોમ પ્રધાન એ.રાજા સામે તેમની આવકના પ્રમાણ કરતાં વધુ સંપત્તિ હોવા અંગેનો કેસ દાખલ કર્યો હતો. 

સીબીઆઈની ટીમોએ દિલ્હી સહિત અન્ય ૧૫ શહેરોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ શહેરોમાં એ.રાજાની કહેવાતી ગેરકાયદેસર મિલ્કતો આવેલી હોવાનું મનાય છે. ટુજી કૌભાંડના સૂત્રધાર હોવાનું મનાતા એ રાજાએ તેઓ જ્યારે સત્તા પર હતા ત્યારે તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેમની સાથે રહેલી કંપનીઓ તથા વ્યક્તિઓ મારફતે આ મિલ્કતો પ્રાપ્ત કરી હોવાનું કહેવાય છે. 

ટુ જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં એ. રાજાએ કેટલીક ટેલિકોમ કંપનીઓની તરફેણ કરી હતી જેને લીધે સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુક્સાન થયું હતું. રાજા તથા અન્યો સામે આ કેસમાં અદાલતી કાર્યવાહી ચાલી રહી છે. ટુજી કૌભાંડ તે વખતના વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર માટે હાનિકારક રહ્યું હતું 

You might also like