સિવિલમાં દવાઅો લઈ અાપવાના બહાને પૈસા પડાવનાર ઝડપાયો  

અમદાવાદઃ શાહીબાગ પોલીસે ઇજેક્શન અને દવાઅો લાવી અાપવાના બહાને સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના એક દર્દીના સગા પાસેથી પૈસા પડાવનાર અારોપીની ધરપકડ કરી છે.

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ડોકેલાવ ગામના નારણભાઈ પટેલને કેન્સરની બિમારી હોવાથી જૂન મહિનામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. તેમના પત્ની મનોરમાબેન તેમજ તેમના જમાઈ ભરતભાઈને અલ્પેશ ઉર્ફે અલ્પો બળદેવભાઈ પ્રજાપતિ (ઉ.વ. ૨૨, રહે. સુખરાઈ મહાદેવ ટેનામેન્ટ, વસ્ત્રાલ રોડ) મળ્યો હતો અને તેમને બહારથી ઇન્જેક્શનો અને દવા લાવી અાપું છું તેમ કહી પહેલા રૂ. ૨૩,૦૦૦ લઈ લીધા હતા અને ત્યારબાદ પાછળથી રૂ. ૭૦૦ મેળવી લીધા હતા. પૈસા મેળવ્યા બાદ અારોપી અલ્પેશ ફરાર થઈ ગયો હતો. પોલીસે અારોપી અલ્પેશ પ્રજાપતિની ધરપકડ કરી હતી. 

You might also like