સિરિયામાં બાેંબમારાથી ૩૭નાં માેત

બેરૂતઃ સિરિયાના આર્મી તરફથી દમિશ્કના બહારના વિસ્તારમાં કરવામાં આવેલા હવાઈ હુમલામાં બાેંબમારાે થતાં ૩૭ લાેકાેનાં માેત નિપજ્યાં છે. આર્મીઅે બળવાખાેરાેના કબજાવાળા વિસ્તારને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હતા. જેના જવાબમાં બળવાખાેરાેઅે પણ શહેર પર ડઝનબંધ રાેકેટ છાેડ્યાં હતાં. જેમાં ૧૨૦થી વધુ લાેકાેને ઈજા થઈ હતી. બ્રિટન સ્થિત સિરિયાઈ આેબ્ઝર્વેટરી ફાેર હ્યુમન રાઈટ્સે જણાવ્યું કે સેનાના ફાઈટર જેટે પૂર્વ અનેક વિસ્તારાેને નિશાન બનાવ્યા હતા. સિરિયાઈ રાષ્ટ્રપતિ બશર અલ અસદની આર્મી અને બળવાખાેરાે વચ્ચેના સંઘર્ષમાં ૧૨૦ લાેકાેને ઈજા થયાની સૂચના મળી છે. અેમ્નેસ્ટી ઈન્ટરનેશનલે આ ઘટના બદલ સરકારને વાેર ક્રાઈમના દાેષી માન્યા છે. માર્ચ ૨૦૧૧થી લઈને અત્યાર સુધી સિરિયાના યુદ્ધમાં ૪૦ હજારથી બે લાખ લાેકાે માર્યા ગયા છે. 
 
ફાેટાે જર્ના‌િલસ્ટે ખાેફનાક ઘટના વર્ણવીઆ ઘટના અંગે અેઅેફપીના ફાેટાે જર્નાલિસ્ટે દમિશ્કના અર્બ દાૈમાની સ્થિતિનું વર્ણન કરતાં જણાવ્યું કે રાેડ પર અનેક મૃતદેહ વેરવિખેર પડેલા જાેવા મળ્યા હતા અને કેટલાક મેડિકલ કાર્યકર ગંભીર રીતે ઈજાગ્રસ્તાેની સારવાર કરી રહ્યા હતા. આ ઉપરાંત તેણે બે બાળકના મૃતદેહ પ્લાસ્ટિકથી ઢાંકેલા જાેયા હતા. જ્યારે અેક અન્ય બાળક હાેસ્પિટલમાં પાેતાનાે પગ ગુમાવી ચૂકતાં તે જાેરશાેરથી કણસતાે હતાે અને ત્યાં લાેબી પર લાેહી વહી રહ્યું હતું. આ દરમિયાન ઈદલીવ અને જબાદાની શહેરમાં બળવાખાેરાે અને સેના વચ્ચે ૪૮ કલાકના સંઘર્ષ વિરામ પર સહમતિ સધાઈ છે. સંઘર્ષ વિરામ બુધવારે સવારથી શરૂ થઈ ગયાે છે.

You might also like