સિટી ગ્રૂપે વૈશ્વિક સોનાના ભાવનો અંદાજ ઘટાડ્યો

મુંબઇઃ વૈશ્વિક સોનાના ભાવ હાલ ૧૧૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીથી ઉપર ૧૧૧૭ ડોલરની સપાટીએ જોવા મળી રહ્યા છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૫ અને આગામી વર્ષે સોનાના ભાવ કેવા રહેશે તે અંગે હજુ શંકા કુશંકા પ્રવર્તી રહી છે ત્યારે સિટી ગ્રૂપે કેલેન્ડર વર્ષ ૨૦૧૫ માટે એવરેજ સોનાના ભાવનો અગાઉનો ૧૧૮૦ ડોલરના અંદાજ્યો હતો તેમાં ઘટાડો કર્યો છે. સિટી ગ્રૂપે વર્ષ ૨૦૧૫ માટે એવરેજ સોનાના ભાવનો અંદાજ ૪૦ ડોલર ઘટાડી ૧૧૪૦ ડોલર પ્રતિ ઔંસનો કર્યો છે, જ્યારે વર્ષ ૨૦૧૬ના ભાવનો અંદાજ અગાઉ ૧૧૯૫ ડોલર પ્રતિ ઔંસનો કર્યો હતો. તેમાં ઘટાડો કરી ૧૦૫૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ કર્યો છે.બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં જોવાયેલી મજબૂતાઇની અસરે સોનાના ભાવમાં વધુ ઘટાડો નોંધાઇ શકે છે. દરમિયાન બજારની નજર આજે જાહેર થનાર યુએસ ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સ ઉપર મંડાયેલી છે. આ મિનિટ્સના સંકેતો બજાર માટે મહત્ત્વના સાબિત થઇ શકે છે.
You might also like