‘સિંહ ઇઝ બ્લિંગ’નો પ્રિવ્યું

પેન ઇન્ડિયા પ્રા. લિ., ગ્રેઝિંગ ગોટ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘સિંહ ઇઝ બ્લિંગ’નું નિર્માણ અશ્વિની યાર્ડી અને નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે અને સંગીત સાજિદ વાજિદ, મીત બ્રધર્સ અંજાન, મંજ મુસિક, સ્નેહા ખાનવલકર, ડીજે તેજસ અને ડીજે નવ એન્ડ ઢોલી ડીપે આપ્યું છે. અક્ષયકુમાર, એમી જેક્શન, લારા દત્તા, કે.કે. મેનન, યોગરાજસિંહ, રતિ અગ્નિહોત્રી અને સની લિયોન આ ફિલ્મમાં જોવા મળશે.  રફતારસિંહ (અક્ષયકુમાર) પોતાના પરિવારની સૌથી જવાબદાર વ્યક્તિ છે. જ્યારે પણ કોઇ કામ બગડે છે ત્યારે  તેના પિતા (યોગરાજસિંહ) તેને જવાબદાર ઠેરવે છે. જો સફળતા એક સીડી છે તો તેના પર ચઢવાની ગતિ તેના નામથી બિલકુલ વિપરીત છે. તે હાથમાં લીધેલું કોઈ પણ કામ પૂરું કરતો નથી, જિંદગી મજાથી જીવે છે. બીજાના ચહેરા પર સ્માઈલ જોઈને તે ખુશ થઈ જાય છે. માનો લાડલો પિતાની અાંખનો કાંટો અને ગામના લોકોની નજરમાં વીર. રફ્તારનું માનવું છે કે િજંદગી રોજ એક ઉત્સવ છે. રફ્તારસિંહ પોતાના પિતાની વાત માનતાં ગોવા જવા નીકળી પડે છે. ગોવા પહોંચ્યા બાદ તે પોતાના ઉત્સાહ અને અલગ વિચારોથી નવા બોસને પ્રભાવિત કરી દે છે. ખૂબ જ જલદી તેને એક મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં અાવે છે. અા જવાબદારી હેઠળ રફ્તારની મુલાકાત સારા (એમી જેક્શન) સાથે થાય છે. સારા ઓછું બોલનારી અને એક અલગ છોકરી છે. તેની સુંદરતાથી પ્રભાવિત થતા લોકો એ જાણતા નથી કે તેનાં કિક અને પંચથી ખરેખર કોઈનાં પણ હાડકાં તૂટી શકે છે. તે એ છોકરીઓ જેવી નથી, જે ઢીંગલીઓથી રમે છે અને મેકઅપથી લદાયેલી રહે છે. સારાનું બાળપણ બંદૂક અને ગુંડાઓની વચ્ચે વીત્યું છે. તેને પોતાની માની કમી સાલે છે. રફ્તારને તેના મિત્ર અને પરિવાર સાથે મળ્યા બાદ અહેસાસ થાય છે કે અસલી દુનિયા એ નથી, જેમાં તે રહે છે. સારા અને રફ્તારની અનોખી પ્રેમકહાણી શરૂ થાય છે, તેમાં તેમની સાથે એક પ્યારી એમિલી (લારા દત્તા) પણ હોય છે, જે તેના વિકસી રહેલા પ્રેમને ખતમ કરી દે છે. તેનાથી ઘણી હાસ્યાસ્પદ પરિસ્થિતિ ઉદ્ભવે છે. ખૂબ જ જલદી રફ્તારને અહેસાસ થાય છે કે સારા એ નથી, જે તે સમજે છે. તેને અહેસાસ થાય છે કે તે અહીં કોઈ બીજા મકસદથી અાવી છે. મકસદ તલાશવા માટે રફ્તારે રોમાનિયા જવું પડે છે. સવાલ એ છે કે એક ગામનો સાવ ભોળો યુવાન કોઈની સાથે સરખી રીતે વાત પણ કરી શકતો નથી. તે પરદેશમાં પોતાના પ્રેમને કેવી રીતે બચાવશે.  •
 
You might also like